. (PTI Photo)

ગુજરાતની છ મહાનગરપાલિકોની ચૂંટમીમાં 23 ફેબ્રુઆરીએ ભાજપના ભવ્ય વિજય બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ગુજરાતની જનતાનો આભાર માન્યો હતો અને ભાજપના વિજયને વિકાસનો વિજય ગણાવ્યો હતો.
આ વિજયને વિકાસ અને સુશાસનનો વિજય ગણાવતા વડાપ્રધાન ટ્વીટ કરીને જણાવ્યું હતું કે રાજ્યની તમામ મ્યુનિસિપલ ચૂંટણીના રિઝલ્ટ વિકાસ અને સુશાસનના રાજકારણ માટે લોકોની અડગ શ્રદ્ધાનો સ્પષ્ટ સંકેત આપે છે. ભાજપ પર ફરી વિશ્વાસ મૂકવા બાદ ગુજરાતની જનતાનો આભારી છું.