file photo

અમેરિકાનાં ફોર્બ્સ મેગેઝિને ‘બેસ્ટ લાર્જ એમ્પ્લોયર્સ’ (‘સર્વશ્રેષ્ઠ મોટા નોકરીદાતા’) અંગે જાહેર કરેલી તેની વાર્ષિક યાદીમાં ઈન્ફર્મેશન ટેક્નોલોજી ક્ષેત્રની અગ્રણી ભારતીય કંપની તાતા કન્સલ્ટન્સી સર્વિસીસ (ટીસીએસ)નો સમાવેશ કરવામાં આવ્યો છે. એક હજારથી વધુ કર્મચારીઓ ધરાવતી અમેરિકાની કંપનીઓ માટે કામ કરતા 45,000 કર્મચારીઓનું સર્વેક્ષણ કર્યા પછી આ યાદી તૈયાર કરવામાં આવી છે. અમેરિકામાં સૌથી વધુ નોકરી આપનારી કંપનીઓની યાદીમાં પણ ટીસીએસ જ સૌથી મોટી કંપની છે. છેલ્લા ત્રણ વર્ષમાં આ કંપનીએ અંદાજે 21,000 લોકોને નોકરી આપી છે. એક અન્ય અગ્રગણ્ય ફોર્ચ્યુન મેગેઝિને પણ તેની સર્વોત્તમ કંપનીઓની એક વાર્ષિક યાદીમાં ટીસીએસને સ્થાન આપ્યું છે.

LEAVE A REPLY

six − one =