(istockphoto)

ગુજરાતમાં ફટાકડા ફોડવાને બાબતે રાજ્ય સરકાર દ્વારા રવિવારે જાહેરનામું બહાર પાડી સુપ્રીમ કોર્ટના જાહેરનામાનું પાલન કરવા આદેશ કરવામાં આવ્યો હતો. જાહેરનામાનો અમલ 9 નવેમ્બરથી 19 નવેમ્બર સુધી એમ 10 દિવસ સુધી રહેશે.

અમદાવાદ ઇન્ચાર્જ પોલીસ કમિશનરે જારી કરેલા જાહેરનામા મુજબ રાત્રે 8થી 10 વાગ્યા સુધી એમ બે કલાક જ ફટાકડા ફોડી શકશે. અમદાવાદ શહેરના બજારો, જાહેર રસ્તાઓ, ગલીઓ, એલપીજી ગેસ પ્લાન્ટ કે પેટ્રોલપંપ આસપાસ પણ ફટાકડા ફોડી શકાશે નહીં. જાહેરનામાનો ભંગ કરનાર સામે ગુનો નોંધવામાં આવશે.
ફટાકડાની લુમ ફોડવા પર પ્રતિબંધ ફરમાવવામાં આવ્યો છે. PESO સંસ્થા દ્વારા માન્ય 125 ડેસીબલ યુનિટ અથવા 145 ડેસીબલ (સી)થી ઓછો અવાજ ધરાવતા ફટાકડા વેચી કે વાપરી શકાશે. હોસ્પિટલ, ન્યાયાલયો, શૈક્ષણિક સંસ્થાઓ, નર્સિંગ હોમ તેમજ ધાર્મિક સ્થળોની 100 મીટર વિસ્તાર સાયલન્ટ ઝોન હોવાથી ત્યાં ફટાકડા ફોડી શકાશે નહીં.