પ્રતિકાત્મક તસવીર

યુએસ સેન્ટર્સ ફોર ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રીવેન્શન દ્વારા કોવિડ-19 પ્રસરતો ઘટાડવા માટે મંગળવારે દેશવ્યાપી સ્તરે ભાડે રહેતા લાખો લોકોને હંગામી ધોરણે સ્થાયી રહેવા માટે આદેશ કર્યો છે. આ આદેશ અંતર્ગત 43 મિલિયન અમેરિકા નિવાસી ભાડુઆતોને જ્યાં સુધી તેઓ આવકની યોગ્યની જરૂરીયાતો પૂર્ણ કરે ત્યાં સુધી તેમને આવરી લેવામાં આવે છે. જો કે, એડમિનિસ્ટ્રેશન અધિકારીએ જણાવ્યું હતું કે, સરકારને આ યોજનાના ‘જબરજસ્ત’ ઉપયોગની અપેક્ષા નથી.
આ ઓર્ડર 31 ડિસેમ્બર સુધી ચાલશે અને તે વ્યક્તિગત ભાડુઆતોને લાગુ પડે છે. જેમને આ વર્ષે 99 હજાર ડોલર અથવા સંયુક્ત અરજકર્તાઓ માટે 198,000 ડોલરથી વધુ કમાવાની અપેક્ષા નથી, તેવા લોકોને આ રાહતનો લાભ મળશે. જે લોકોએ 2019માં આવકની જાણ કરી નથી અથવા તેમની આ વર્ષની શરૂઆતમાં સ્ટિમ્યુલસ તપાસ થઇ છે તેવા ભાડુઆતોને પણ આ યોજના લાગુ પડે છે.
નેશનલ એપાર્ટમેન્ટ એસોસિએશને આ અંગે જણાવ્યું હતું કે, સીડીસીના આદેશથી અર્થતંત્રને વધુ નુકસાન થવાનું જોખમ છે અને પોષાય તેવા ઘરનું સંકટ વધશે, ભાડાના ઘરના ઉદ્યોગને મોટું નુકસાન થશે. ભાડા વગર માલિકોને નાણાંકીય સંકટનો સામનો કરવો પડે તેવી સ્થિતિ ઊભી થઇ છે.
ભાડુઆતોએ તેમના સોંગદનામામાં એ ચેતવણી આપવી જરૂરી છે કે, તેમણે ભાડુ અથવા મકાન માટે સરકારી સહાય મેળવવા તમામ પ્રયાસ કર્યા છે. એડમિનિસ્ટ્રેશને ચેતવણી આપી હતી કે, જો ભાડુઆતોએ સોગંદનામામાં ખોટી વિગતો જણાવી હશે તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી થશે, જેલ થઈ શકે છે અથવા દંડ ભરવો પડશે.