અમેરિકાએ બુધવારે જણાવ્યું હતું કે હવે ચીનના વરિષ્ઠ રાજદ્વારીઓને યુએસ યુનિવર્સિટીના કેમ્પસીઝની મુલાકાત લેવા અથવા હાઇ કમિશનમાં 50થી વધુ લોકો સાથે સાંસ્કૃતિ કાર્યક્રમ યોજતા પહેલા સ્ટેટ ડિપાર્ટમેન્ટની મંજૂરી લેવી પડશે. અમેરિકાએ આ કાર્યવાહી બૈજિંગમાં અમેરિકન રાજદ્વારીઓ પર મુકવામાં આવેલા નિયંત્રણોના પ્રતિભાવ સ્વરૂપે કરી છે. આ પગલું ચીનની કથિત અસરકારક કામગીરી અને જાસૂસી પ્રવૃત્તિ સામે ટ્રમ્પ એડિમિનિસ્ટ્રેશનના કેમ્પેઇન તરીકે ભરવામાં આવ્યું છે. સ્ટેટ ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે કે, તેઓ તમામ ચાઇનીઝ એમ્બેસી અને કોન્સ્યુલર સોશ્યલ મીડિયા એકાઉન્ટ્સ ‘યોગ્ય રીતે ઓળખવા’માં આવે તે સુનિશ્ચિત કરવામાં મદદ માટે પગલાં લેશે.

સેક્રેટરી ઓફ સ્ટેટ માઇક પોમ્પિઓએ જણાવ્યું હતું કે, અમે ફક્ત પારસ્પરિક માંગણી કરી રહ્યા છીએ. જે રીતે અમેરિકામાં ચીનના રાજદ્વારીઓને છૂટછાટો આપવામાં આવી છે તે રીતે આપણા રાજદ્વારીઓને ચીનમાં તે પ્રકારની છૂટછાટો મળવી જોઇએ, અને આજના પગલાં અમને તે દિશામાં નોંધપાત્ર રીતે આગળ વધારશે.

નવેમ્બરમાં પ્રેસિડેન્ટપદની ચૂંટણીમાં આવી રહી છે ત્યારે અમેરિકામાં ચીનની પ્રવૃત્તિને રોકવા માટે એડમિનિસ્ટ્રેશનનું આ એક નવું પગલું હતું, જેમાં પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પે ચીન પ્રત્યે કડક વિદેશી નીતિ અપનાવી છે.

ચીનની વોશિંગ્ટન એમ્બેસીએ આ પગલાને ‘ચીનના રાજદ્વારી અને કોન્સ્યુલર કર્મચારીઓ પર ગેરલાયક નિયંત્રણો અને અવરોધ’ ગણાવ્યો હતો, જે અમેરિકા તરફની નિખાલસતા અને સ્વતંત્રતાના પોતાના જાહેર મૂલ્યોનો પ્રતિકાર કરે છે.

પોમ્પિઓએ વધુમાં એમ પણ જણાવ્યું હતું કે, સ્ટેટ ડિપાર્ટમેન્ટના અંડર સેક્રેટરી કીથ ક્રેચે તાજેતરમાં અમેરિકાની યુનિવર્સિટીઝના સંચાલક મંડળને ચીનની ક્મ્યુનિસ્ટ પાર્ટી તરફથી આપવામાં આવેલી ધમકીઓ બાબતે સતર્ક કર્યા છે. આ ધમકીઓ સંશોધન, બૌદ્ધિક સંપત્તિની ચોરી, વિદેશી વિદ્યાર્થીઓને ધમકાવવા અને ગેરકાયદે ભંડોળ તરીકે આવી શકે છે.