તાઇવાનના સોસિયલ મીડિયામાં એવી ચર્ચાએ વેગ પકડ્યો હતો કે તાઇવાનની એર ડિફેન્સ સિસ્ટમે ચીનના સુખોઈ Su-35 વિમાનને તોડી પાડ્યું છે. ધુમાડામાં સપેટાયેલી એક વિમાનના વિડિયોને આધારે આ ચર્ચા જાગી હતી. જોકે તાઇવાનની સરકારે તેને માત્ર એક અફવા ગણાવી છે.
એક અહેવાલ અનુસાર આ વિમાને તાઇવાન સ્ટ્રેટ અને સાઉથ ચાઇના સમુદ્રમાં પ્રવેશ્યા બાદ આ વિમાન દક્ષિણ ચીનના સ્વાયત્ત દરિયાઈ વિસ્તાર ગુઆંગક્સીમાં તૂટી પડ્યું હતું.
સોસિયલ મીડિયામાં ધુમાડામાં લપેટાયેલા એક વિમાનનો વિડિયો ફરતો થયો હતો. આ વિડિયો કોઇ અજાણી જગ્યાનો છે. ઘણા યુઝર્સે પણ આ વિડિયોને બનાવટી ગણાવ્યો હતો, જ્યારે કેટલાંક જણાવ્યું હતું કે આ ફાઇટર જેટ ટેકનિકલ ખામીને કારણે તૂટી પડ્યું છે. એક અખબારના જણાવ્યા અનુસાર તાઇવાનના સંરક્ષણ મંત્રાલયે સ્પષ્ટ જણાવ્યું છે કે આ માત્ર અફવા છે.