(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

તાપસી પન્નુ ધીરે ધીરે બોલીવૂડમાં પોતાનું સ્થાન જમાવી રહી છે. તે પોતાના કામની સાથે ફરજ અને જવાબદારીઓને પણ મહત્ત્વ આપે છે. તાપસીએ તાજેતરમાં એક અનોખું સેવાકાર્ય કરતા તેની ચોતરફ પ્રશંસા થઇ રહી છે. તેણે એક અજાણી વૃદ્ધ મહિલાને પોતાના પ્લેટલેટ દાન કર્યા છે. આ આખી વાત એકટ્રેસ તિલોત્તમા સોમના એક ટ્વીટથી બહાર આવી હતી. તિલોત્તમાએ જણાવ્યું હતું કે, ‘મેં ક્યારેય તાપસી સાથે કામ કર્યું નથી, કે હું તેને ક્યારેય મળી પણ નથી, પરંતુ હું જાણું છું કે, તે ખૂબ જ મહેનત કરે છે. તે એક ખૂબ જ તેજસ્વી એક્ટ્રેસ છે. તેણે પ્લેટલેટ ડોનેટ કર્યા છે. તમને ખૂબ જ શુભકામનાઓ.’ તો તાપસીએ પણ તિલોત્તમાને પ્રત્યુત્તર પાઠવ્યો છે. તેણે જણાવ્યું છે કે, ‘મને ખુશી છે કે ઓછામાં ઓછું હું તે કરી શકી છું. કોઈનો જીવ બચાવવાની દરેકને તક મળતી નથી. મારા માટે આનાથી મોટી બીજી કોઇ એચિવમેન્ટ ન હોઈ શકે.’

તિલોત્તમાએ આખી ઘટનાની સ્પષ્ટતા કરી હતી કે તેના મિત્રની દાદીને પ્લેટલેટની જરૂર હતી. તાપસી મને કે મારા મિત્રને ઓળખતી ન હતી. તેમ છતાં તેણે પ્લેટલેટ આપ્યા છે. તિલોત્તમ ઓનલાઇ પ્લેટફોર્મ પર ખૂબ જ જાણીતી છે. તે છેલ્લે નેટફ્લિક્સ ફિલ્મ સર અને કરિશ્મા કપૂરની સિરીઝ મેન્ટલહૂડમાં દેખાઇ હતી. ઉપરાંત તે ઈરફાન ખાન ઇંગ્લિશ મીડિયમમાં પણ જોવા મળી છે.

તાપસી પાસે અત્યારે ઘણી ફિલ્મ્સના પ્રોજેક્ટ્સ છે, જેમાં શાબાશ મીટ્ટુ, દોબારા, લૂપ લપેટા, હસીન દિલરૂબા, રશ્મિ રોકેટનો સમાવેશ થાય છે. લૂપ લપેટાનું ટીઝર તાજેતરમાં રિલીઝ થયું હતું.