કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ તમિલનાડુમાં સ્કૂલના વિદ્યાર્થીઓ સાથે પુશ અપ્સ કર્યા હતા. (PTI Photo)

કેરળ અને તમિલનાડુ વિધાનસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી નવા અંદાજમાં જોવા મળી રહ્યા છે. અગાઉ રાહુલ ગાંધી કેરળના માછીમારો સાથે દરિયામાં પડ્યા હતા. સોમવારે કન્યાકુમારીમાં રાહુલ ગાંધીનો એક રોડ શો યોજાયો હતો.

રાહુલે અહીંયા યુવા વિદ્યાર્થીઓ સાથે વાત કરી હતી અને એ દરમિયાન એક વિદ્યાર્થીની સાથે તેઓ પુશ અપ્સ લગાવતા નજરે પડ્યા હતા. રાહુલ ગાંધીએ આઈકીડો (એક પ્રકારની માર્શલ આર્ટ) પરફોર્મ કર્યુ હતું અને પછી એક વિદ્યાર્થી સાથે સ્ટેજ પર જ પુશ અપ્સ લગાવવાના શરુ કરી દીધું હતું. રાહુલ ગાંધીનો આ વિડિયો વાયરલ થયો હતો. તેમણે નવ સેકન્ડમાં તેમણે 13 પુશ અપ્સ કર્યા હતા. એ પછી તેમણે એક હાથથી પણ પુશ અપ્સ કર્યા હતા. રાહુલ ગાંધીએ જે વિદ્યાર્થીની સાથે પુશ અપ્સ લગાવ્યા હતા તે દસમા ધોરણમાં ભણે છે.