Indian student dies after being hit by a truck in Toronto
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

ડ્રાઇવિંગ કરતી વખતે ડ્રાઇવરો દ્વારા મોબાઇલ ફોનના ઉપયોગને કારણે 2021માં કુલ 1,997  માર્ગ અકસ્માતો થયા હતા અને તેમાં 1,040 લોકોના મોત થયા હતા. દેશમાં વિવિધ કારણોસર 2021માં કુલ 4,12,432 રોડ અકસ્માતો થયા હતા, જેમાં 1,53,972 લોકોના મોત થયા હતા અને 3,84,448 લોકો ઘાયલ થયા હતા, એમ માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલય (MoRTH) ના રવિવારના અહેવાલમાં જણાવાયું હતું.

‘ભારતમાં માર્ગ અકસ્માતો-2021’ શીર્ષક હેઠળના અહેવાલમાં વધુમાં જણાવ્યું હતું કે રેડ લાઇટનો ભંગ કરવાને કારણે કુલ 555 માર્ગ અકસ્માતો થયા હતા, જેમાં 2021માં 222 લોકોના મોત થયા હતા. 2021માં ખાડાઓને કારણે  માર્ગ અકસ્માતો અને મૃત્યુની કુલ સંખ્યા અનુક્રમે 3,625 અને 1,481 રહી હતી.

અહેવાલમાં નોંધવામાં આવ્યું છે કે વિવિધ કારણોને કારણે માર્ગ અકસ્માતો થાય છે. આ રોડ એક્સિડન્ટમાં ઘટાડો કરવા માટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારો બંનેની તમામ એજન્સીઓના સંયુક્ત પ્રયાસો દ્વારા બહુ-પાંખીય પગલાંની જરૂર છે.

રીપોર્ટમાં જણાવ્યું હતું કે રોડ મંત્રાલયે શિક્ષણ, એન્જિનિયરિંગ (રસ્તા અને વાહનો બંને),  નિયમોના અમલીકરણ અને ઇમર્જન્સી કેર આધારિત માર્ગ સલામતીના મુદ્દાનો ઉકેલ લાવવા બહુપક્ષીય વ્યૂહરચના ઘડી છે.

LEAVE A REPLY

5 × 3 =