130893 voters above 80 years of age in Ahmedabad city-district

ગુજરાત વિધાનસભાની સામન્ય ચુટણીઓ આગામી માસમાં યોજાનાર છે. વધુમાં વધુ મતદાન થાય તે માટે ચુંટણી તંત્ર દ્વારા અનેક પ્રયાસો હાથ ધરાયા છે. અમદવાદ જિલ્લામાં પણ જિલ્લા કલેક્ટર અને ચુંટણી અધિકારી ડો. ધવલ પટેલના સીધા માર્ગદર્શન હેઠળ અવસર રથ, મતદાન જાગૃતિ ઝુંબેશ, દિવ્યાંગ તથા ૮૦ વર્ષથી વધુ વય જૂથના મતદારો માટે પોસ્ટલ બેલેટ જેવી સુવિધાઓ હાથ ધરાઈ છે. અમદાવાદ શહેર-જિલ્લામાં ૮૦ થી વધુ વયના કુલ ૧,૩૦,૮૯૩ મતદારો છે.
૮૦ થી ૮૯ વર્ષ વય જૂથના ૧,૧૦,૯૪૯ મતદારો , ૯૦ થી ૯૯ વય જૂથના ૧૮,૪૪૪ અને ૧૦૦થી વધુ વર્ષ વય જૂથના ૧૫૦૦ મતદારોનો સમાવેશ થાય છે. ૧૦૦ થી વધુ વય જૂથના સૌથી વધુ ૨૧૮ મતદારો એલીસબ્રીજમાં – સૌથી ઓછા ૩૬ નિકોલ વિધાનસભા વિસ્તારમાં છે. સમગ્ર શહેર-જિલ્લાની વિગતો જોઈએ તો ૧૦૦ થી વધુ વય જૂથના સૌથી વધુ મતદારોમાં એલીસબ્રીજ પછી અનુક્રમે નારણપુરામાં ૧૨૮, વેજલપુરમાં ૧૦૫ તથા ધંધુકામાં ૧૦૦ મતદારોનો સમાવેશ થાય છે.
આજ રીતે ૮૦ થી ૮૯ વર્ષ વય જૂથના સૌથી વધુ ૧૨,૦૫૧ મતદારો પણ એલીસબ્રીજ વિસ્તારમાં છે. ત્યાર પછીના ક્રમે ઘાટલોડીયામાં ૯,૩૫૦ મતદારો, વેજલપુરમાં ૮,૫૪૨, નારણપુરામાં ૭,૨૭૦ મતદારો છે. ૯૦ થી ૯૯ વય જૂથના સૌથી વધુ ૨,૯૮૪ મતદારો એલીસબ્રીજમાં છે ત્યાર પછીના ક્રમે આ વય જૂથના ૧,૫૫૭ મતદારો ઘાટલોડીયામાં, ૧,૩૯૭ મતદારો નારણપુરામાં અને ૧,૩૭૫ મતદારો વેજલપુરમાં છે.

LEAVE A REPLY

nineteen + nine =