2022 fifth warmest year on record worldwide: NASA
પ્રતિકાત્મક તસવીર (istockphoto.com)

પૃથ્વીની સપાટી પરના સરેરાશ તાપમાનમાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે અને 2022 રેકોર્ડ પરનું પાંચમા ક્રમે સૌથી ગરમ વર્ષ રહ્યું હતું. 2022માં વૈશ્વિક તાપમાન નાસાના 1951-1980ના બેઝલાઇન પિરિયડના સરેરાશ કરતાં 1.6 ડિગ્રી ફેરનહીટ અથવા 0.89 ડિગ્રી સેલ્સિયસ ઊંચું રહ્યું હતું. નાસાની ગોડાર્ડ ઇન્સ્ટિટ્યૂટ ફોર સ્પેસ સ્ટુડીઝ (જીઆઇએસ)ના વૈજ્ઞાનિકોના એક વિશ્લેષણમાં આ માહિતી બહાર આવી છે.

નાસાના એડમિનિસ્ટ્રેટર બિલ નેલ્સને જણાવ્યું હતું કે, આ વોર્મિંગ ટ્રેન્ડ ચિંતાજનક છે. આપણી વોર્મિંગ આબોહવા પહેલેથી જ ચિંતાજનક બની રહી છે. જંગલોની આગમાં વધારો થઈ રહ્યો છે. વાવાઝોડા વધુ પ્રચંડ બની રહ્યા છે. દુષ્કાળ પાયમાલ કરી રહ્યો છે અને સમુદ્રની સપાટી વધી રહી છે. NASA આબોહવા પરિવર્તનની અસરોની ઘટાડવા માટે તેની ભૂમિકા ભજવવાની પ્રતિબદ્ધતાને વધુ મજબૂત બનાાવી રહ્યું છે.

અભ્યાસમાં જણાવાયું છે કે તાપમાનનો રેકોર્ડ રાખવાનું 1980માં શરૂ થયું તે પછીથી છેલ્લાં નવ વર્ષ સૌથી ગરમ વર્ષો રહ્યા છે. આનો અર્થ એ થયો કે 2022ના વર્ષમાં 19મી સદીના અંતની સરેરાશ કરતાં આશરે 2 ડિગ્રી ફેરનહીટ અથવા લગભગ 1.11 ડિગ્રી સેલ્સિયસ વધુ ગરમ હતી

GISSના ડારેક્ટર ગેવિન શ્મિટે જણાવ્યું હતું કે, વર્મિંગ ટ્રેન્ડનું કારણ એ છે કે માનવ પ્રવૃત્તિઓ પ્રચંડ માત્રામાં ગ્રીનહાઉસ ગેસિસ વાતાવરણમાં ઠાલવી રહી છે તથા લાંબા ગાળાની  અસરો પણ ચાલુ રહેશે. કોવિડ-19 રોગચાળાને કારણે 2020માં અલ્પજીવી ઘટાડા પછી માનવ- પ્રવૃત્તિ આધારિત ગ્રીનહાઉસ ગેસ ઉત્સર્જનમાં ફરી વધારો થયો છે

તાજેતરમાં નાસાના વૈજ્ઞાનિકો તેમજ આંતરરાષ્ટ્રીય વૈજ્ઞાનિકોએ જણાવ્યું હતું કે 2022માં કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન સૌથી વધુ હતું. નાસાએ અર્થ સર્ફેસ મિનરલ ડસ્ટ સોર્સ ઇન્વેસ્ટિગેશન ઇન્સ્ટ્રુમેન્ટનો ઉપયોગ કરીને મિથેનના કેટલાંક સુપર ઉત્સર્જકો (પાવરફૂલ ગ્રીનહાઉસ ગેસ)ની ઓળખ કરી હતી. .

અમેરિકન જીઓફિઝિકલ યુનિયનની 2022ની વાર્ષિક બેઠકમાં રજૂ કરાયેલ GISS રિસર્ચ તેમજ એક અલગ અભ્યાસ અનુસાર  આર્કટિક પ્રદેશમાં સૌથી મજબૂત વોર્મિંગ ટ્રેન્ડ જોવા મળ્યા છે. અહીં વૈશ્વિક સરેરાશ કરતાં ચાર ગણા સ્તરે તાપમાનમાં વધારો થઈ રહ્યો છે.

LEAVE A REPLY

eighteen − thirteen =