21st Century Kauravas Wear Khaki Half Pants:
કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી રવિવારે પાર્ટીની ભારત જોડો યાત્રા દરમિયાન કુરુક્ષેત્રના બ્રહ્મા સરોવરમાં પ્રાર્થના કરે છે. (ANI ફોટો). (ANI Photo)

કોંગ્રેસની ભારત જોડો યાત્રા દરમિયાન રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ (આરએસએસ) અને ભાજપ પર પ્રહાર કરતાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ સોમવારે જણાવ્યું હતું કે 21મી સદીમાં પણ કૌરવ છે. હા, 21મી સદીના કૌરવો ખાખી હાફ પેન્ટ પહેરે છે. હાથમાં લાઠી રાખે છે અને શાખા લગાવે છે.

મોદી સરકાર પર પ્રહાર કરતાં રાહુલ જણાવ્યું હતું કે હિન્દુસ્તાનના બે-ત્રણ સૌથી અમીર અબજોપતિ કૌરવોની સાથે ઊભા છે. નોટબંધી કોણે કરાવી, ખોટો જીએસટી કોણે લાગુ કરાવ્યો, આ કોના માટે કરવામાં આવી અને કોની વિરુદ્ધ કરાઈ, આ બાબતને સમજવી જરુરી છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે કહ્યું હતું કે નોટબંધી, ખોટો જીએસટી પર નરેન્દ્ર મોદીએ ચોક્કસ સહી કરી છે. પરંતુ હિન્દુસ્તાનના બે-ત્રણ અબજોપતિની શક્તિએ વડાપ્રધાનના હાથ ચલાવ્યા છે. યાત્રામાં કોઈનો ધર્મ પૂછવામાં આવ્યો નથી. જો કોઈ પડ્યુ તો તેમને ઊભા કરવામાં આવ્યા…પાંડવોએ કશુંય ખોટું કર્યું હતું? પાંડવોએ નોટબંધી, જીએસટી લગાવ્યો હતો? પાંડવો ક્યારેય આવું કરે નહીં, કારણ કે પાંડવો તપસ્વી હતા.

LEAVE A REPLY

4 + fourteen =