25 killed in Russian attack on Ukrainian apartment, Britain will give Challenger-2 tanks to Ukraine
. REUTERS/Clodagh Kilcoyne

યુક્રેનના ડીનિપ્રો શહેરની એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગ પર રશિયન મિસાઇલ હવાઇ હુમલામાં મૃત્યુ પામેલા લોકોની સંખ્યા રવિવારે વધીને 25 થઈ હતી અને 73 લોકો ઘાયલ થયા હતા. આ બિલ્ડિંગમાં કુલ 1,700 લોકો રહેતા હતા. બીજી તરફ રશિયા યુક્રેન વચ્ચે યુદ્ધ 11 મહિનામાં પ્રવેશી રહ્યું છે ત્યારે બ્રિટને યુક્રેનને 14 ચેલેન્જર-2 ટેન્કો આપવાની જાહેરાત કરી હતી. આ જાહેરાતથી યુક્રેનના અધિકારીઓને લાગે છે કે તેનાથી પશ્ચિમી દેશોને વધુ ટેન્કો આપવાનું પ્રોત્સાહન મળશે. યુક્રેનને ચેલેન્જર 2 ટેન્ક મોકલવી એ યુકેના સમર્થનમાં નીતિમાં ફેરફારની શરૂઆત છે, એમ બ્રિટિશ વડા પ્રધાન ઋષિ સુનાકના કાર્યાલયે શનિવારે મોડી રાત્રે એક નિવેદનમાં જણાવ્યું હતું.

શનિવારે આ બહુમાળી ઇમારત પર થયેલો હુમલો સૌથી ઘાતકી હતી.  રશિયા છેક ઓક્ટોબરથી યુક્રેનના પાવર ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને શહેરી કેન્દ્રો પર હુમલા કરી રહ્યું છે. બે દિવસના વિરામ બાદ રશિયાએ યુક્રેનની રાજધાની કિવર અને ખારકીવ પર પણ હુમલા કર્યા હતા.

યુક્રેનના સશસ્ત્ર દળોના કમાન્ડર-ઇન-ચીફ જનરલ વેલેરી ઝાલુઝનીના જણાવ્યા અનુસાર રશિયાએ શનિવારે 33 ક્રૂઝ મિસાઇલો છોડી હતી, જેમાંથી 21ને તોડી પાડવામાં આવી હતી. રશિયાએ કુર્સ રિજનમાંથી મિસાઇલ છોડીને આ એપાર્ટમેન્ટ બિલ્ડિંગને ધ્વંશ કરી હતી. યુક્રેન પાસે Kh-22 પ્રકારની મિસાઇલને તોડીને પાડવાની સિસ્ટમ નથી.

ડીનિપ્રોમાં બચાવ કામદારોએ એપાર્ટમેન્ટ ટાવરના ઉપરના માળે ફસાયેલા લોકોને બચાવવા ક્રેનનો ઉપયોગ કર્યો હતો. કેટલાક રહેવાસીઓએ તેમના મોબાઇલ ફોન પર લાઇટ કરીને મદદ માટે સંકેત આપ્યો હતો.

ઝેલેન્સકીએ જણાવ્યું હતું કે રવિવારે બપોર સુધીમાં ઓછામાં ઓછા 73 લોકો ઘાયલ થયા હતા અને 39 લોકોને બચાવી લેવામાં આવ્યા હતા. ડિનિપ્રો સિટી ગવર્નમેન્ટે જણાવ્યું હતું કે 43 લોકો ગુમ થયા હોવાના અહેવાલ છે.

ઈવાન ગાર્નુક તેના એપાર્ટમેન્ટમાં હતા ત્યારે ઇમારત પર મિસાઇલ ત્રાટકી હતી. તેમણે કહ્યું હતું કે રશિયનો કોઈ વ્યૂહાત્મક મૂલ્ય વિનાના રહેણાંક મકાન પર હુમલો કરશે તેવી કલ્પના પણ કરી ન હતી. અહીં કોઈ સૈન્ય સુવિધાઓ નથી.

યુક્રેનમાં મિસાઈલ હુમલાની જવાબદારી સ્વીકારતા રશિયાના સંરક્ષણ મંત્રાલયે રવિવારે કહ્યું કે તેણે તેના લક્ષ્યાંક હાંસલ થયા છે. મિસાઇલો યુક્રેનની લશ્કરી કમાન્ડ અને કંટ્રોલ સિસ્ટમ અને સંબંધિત ઉર્જા સુવિધાઓ પર છોડવામાં આવી હતી. સંરક્ષણ મંત્રાલયે રહેણાંક મકાન પરના હુમલાનો ઉલ્લેખ કર્યો ન હતો.

LEAVE A REPLY

fifteen − 1 =