ધ 5% ક્લબે પોતાની દસમી વર્ષગાંઠ નિમિત્તે વેસ્ટમિન્સ્ટર એબી ખાતે ક્વીન્સ ડાયમંડ જ્યુબિલી ગેલેરીમાં 21 માર્ચના રોજ એક રિસેપ્શનનું આયોજન કરી ચેરિટીના પ્રથમ દાયકાની 100 વિશેષ મહેમાનો સાથે ઉજવણી કરી હતી. વધુને વધુ “કમાવા અને શીખવા” માટે નોકરીની તકો ઊભી કરવા માટે યુકેના એમ્પ્લોયરોની ભરતીમાં ધ 5% ક્લબ વૃદ્ધિ, સુસંગતતા અને સફળતામાં નિમિત્ત બની છે.

આ પ્રસંગને ચિહ્નિત કરવા માટે, ધ 5% ક્લબે પ્લેટિનમ સભ્યપદના નવા “ટોચ”ના સ્તરની રજૂઆત કરી હતી જે તેમની એમ્પ્લોયર ઓડિટ યોજના દ્વારા અન્ય શરતો સાથે પ્રાપ્ત કરી શકાય છે. નવી ધ 5% ક્લબ ફેલોશિપની રચના કરાઇ છે જે એપ્રિલમાં નોમિનેશન માટે ખુલશે અને તેમાં ધ 5% ક્લબની વ્યૂહરચના અથવા કામગીરીને આકાર આપનાર સદસ્યો અન્ય શરતો સાથે જોડાઇ શકશે.

મિનિસ્ટર ફોર સ્કીલ્સ, એપ્રેન્ટીસશીપ્સ એન્ડ હાયર એજ્યુકેશન અને ધ 5% ક્લબ સ્ટીયરિંગ ગ્રુપના સભ્ય રોબર્ટ હાલ્ફોન એમપીને વોટ માટે સંસદમાં પાછા બોલાવવામાં આવ્યા હતા. તેમણે ચળવળને વધારવા અને વ્યક્તિગત કર્મચારીઓ અને વ્યાપક અર્થવ્યવસ્થાના ભલા માટે વધુ એમ્પલોયરને જોડાવા માટે પ્રોત્સાહિત કરવા માટેના તેમના પડકારનો પુનરોચ્ચાર કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે  “મને આનંદ છે કે ધ 5% ક્લબ આજે તેની દસ વર્ષની વર્ષગાંઠની ઉજવણી કરી રહી છે. સ્થાપના થઈ ત્યારથી, ક્લબે દેશભરના એમ્પ્લોયરોને વધુ કમાણી કરવાની અને શીખવાની તથા નોકરીની તકો ઊભી કરવા પ્રેરણા આપીને વધુ મજબૂત બનાવ્યા છે, જે તમામ પૃષ્ઠભૂમિના લોકોને તાલીમ, પુનઃપ્રશિક્ષણ અને ઉચ્ચ કૌશલ્ય માટે સક્ષમ બનાવે છે. આ પ્રકારની નવીનતા એક કુશળ કાર્યબળના નિર્માણ માટે ચાવીરૂપ બને છે જે બિઝનેસીસની વિકસતી માંગને પૂર્ણ કરે છે, આપણા અર્થતંત્રને વેગ આપે છે અને વિકાસને વેગ આપે છે.’’

ધ 5% ક્લબના સ્થાપક, બાલ્ફોર બીટીના ગ્રૂપ ચીફ એક્ઝિક્યુટિવ લીઓ ક્વિન, UCAS ખાતેના ડાયરેક્ટર ઓફ સ્ટ્રેટેજી, પોલીસી એન્ડ પબ્લિક અફેર્સ જ્હોન કોપે પ્રાસંગિક પ્રવચનો કર્યા હતા. આ કાર્યક્રમમાં શેડો સેક્રેટરી ઓફ સ્ટેટ ફોર એજ્યુકેશન બ્રિજેટ ફિલિપ્સન, એમપી અને શિક્ષણ વિભાગના ઘણા વરિષ્ઠ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

LEAVE A REPLY

six + six =