ઓસ્ટ્રેલિયાના બ્રિસ્બેન ખાતેની ચોથી ટેસ્ટ મેચમાં વિજય બાદ ભારતીય ખેલાડીઓએ ઉજવણી કરી હતી. AAP Image/Darren England via REUTERS

ઓસ્ટ્રેલિયાની સામેની ટેસ્ટ સિરિઝમાં ભારતની ક્રિકેટ ટીમના ઐતિહાસિક વિજયને પગલે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટીમ ઈન્ડિયાને પાંચ કરોડ રુપિયાનું બોનસ આપવાની જાહેરાત કરી હતી. ભારતીય ટીમને વડાપ્રધાન નરેન્દ્ર મોદી, ક્રિકેટ બોર્ડના અધ્યક્ષ સૌરવ ગાંગુલી અને સેક્રેટરી જય શાહે પણ ટીમને અભિનંદન આપ્યા હતા. ભારતના અને બીજા દેશના દિગ્ગજ ક્રિકેટરોએ પણ ભારતીય ટીમની જીતને વધાવી દીધી હતો.

સોશિયલ મીડિયા પર લોકો ટીમની ભારતના લોકોએ જીતને ઉજવણી કરી હતી. વડાપ્રધાન મોદીએ પણ ભારતની જીતની ઉજવણી ટીમને અભિનંદન આપીને આપીને ટ્વિટર પર લખ્યુ હતુ કે, ભારતમાં નાગરિકો ટીમ ઈન્ડિયાની સફળતા પર ખુશ છે. ભારતીય ટીમની ઉર્જા અને ઝનૂન જોવા જેવુ હતું. ટીમના ખેલાડીઓનો દ્રઢ ઈરાદો, ધૈર્ય અને સંકલ્પ પણ જોવા મળ્યા હતા. ટીમને અભિનંદન અને ભવિષ્ય માટે શુભકામનાઓ.