Penalty of Rs.10 lakh to Go First Airlines
(ANI Photo)

ગો ફર્સ્ટની બેંગલુરુ-દિલ્હી ફ્લાઇટ્સે સોમવારે 50 પેસેન્સરને લીધા વગર જ ઉડાન ભરી લીધી હતી. ગો ફર્સ્ટ આ મામલે તેની આંતરિક તપાસ કરી રહી છે. આ ઘટનાને પગલે એવિયેશન રેગ્યુલેટર ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશન (DGCA) એ આ સમગ્ર મામલે ગો ફર્સ્ટ પાસેથી રિપોર્ટ માંગ્યો હતો.

DGCA અથવા ડિરેક્ટોરેટ જનરલ ઓફ સિવિલ એવિએશને ​​જણાવ્યું હતું કે ઘણા મુસાફરોએ ટ્વિટર પર એરલાઇનનો “સૌથી ભયાનક અનુભવ” ગણાવ્યા પછી તેને આ બાબતની તપાસ ચાલુ કરી છે.

ફ્લાઈટ G8 116 એ સોમવારે સવારે 6.30 વાગ્યે બેંગલુરુના કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટથી દિલ્હી માટે ઉડાન ભરી હતી. ચાર બસોમાં મુસાફરોને વિમાનમાં લઈ જવામાં આવ્યા હતા. ટ્વિટર પર એરલાઇન, નાગરિક ઉડ્ડયન પ્રધાન જ્યોતિરાદિત્ય સિંધિયા અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીની ઑફિસને ટેગ કરતી ફરિયાદો અનુસાર, ગો ફર્સ્ટ પ્લેન ઉપડ્યું ત્યારે લગભગ 55 મુસાફરો એક બસમાં રાહ જોતા હતા.મુસાફરો પાસે તેમના બોર્ડિંગ પાસ હતા અને તેમની બેગ તમામ ચેક ઇન કરવામાં આવી હતી. ગો ફર્સ્ટ એરવેઝે ટ્વીટનો જવાબ આપતા કહ્યું: “અમને આ અસુવિધા બદલ ખેદ છે.”

LEAVE A REPLY

3 + 13 =