6.6 billion dollar investment by Indian companies to create 17 thousand jobs in Canada

ભારત અને કેનેડા આર્થિક સહયોગ વધુ ગાઢ બનાવવા માટે આગળ વધી રહ્યા છે ત્યારે એક નવા રીપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, ભારતીય કંપનીઓએ ઉત્તર અમેરિકાના આ રાષ્ટ્રમાં 17 હજાર નોકરીના સર્જન માટે 6.6 બિલિયન ડોલરનું રોકાણ કર્યું છે.

કોન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રી-CII દ્વારા કેનેડા-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ અને ઓટ્ટાવામાં ઇન્ડિયન હાઇ કમિશનના સહયોગથી ફ્રોમ ઇન્ડિયા ટુ કેનેડાઃ ઇકોનોમિક ઇમ્પેક્ટ એન્ડ એંગેજમેન્ટ રીપોર્ટ તૈયાર કરવામાં આવ્યો છે.
બુધવારે ટોરોન્ટોમાં કેનેડા-ઇન્ડિયા બિઝનેસ કાઉન્સિલ દ્વારા આયોજિત રીસેપ્શનમાં ભારતના વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલ અને કેનેડાના ઇન્ટરનેશનલ ટ્રેડ પ્રધાન મેરી એનજીએ આ રીપોર્ટ જાહેર કર્યો હતો. પીયૂષ ગોયલ બંને દેશો વચ્ચે વેપાર અને રોકાણ બાબતે દ્વિપક્ષીય ચર્ચા કરવા માટે ઓટ્ટાવાની મુલાકાતે આવ્યા હતા.

સીઆઇઆઇના જણાવ્યા મુજબ, સીધા વિદેશી રોકાણ, નોકરીઓના સર્જન અને તેની જાળવણી, સંશોધન અને વિકાસ માટેનું ભંડોળ આપવાનો તેમ જ સ્થાનિક કોર્પોરેટ સોશિયલ રીસ્પોન્સિબિલિટી તરીકે કેનેડિયન અર્થતંત્રની સ્પર્ધાત્મકતામાં ભારતીય કંપનીઓના યોગદાનને ઉજાગર કરવા માટે કેનેડામાં ભારતીય ઉદ્યોગની હાજરીને વધારવાનો આ પ્રથમ પ્રયાસ હતો. આ રીપોર્ટમાં ભારતની 30 કંપનીઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જે કેનેડાના આઠ પ્રાંતમાં કાર્યરત છે. આ કંપનીઓએ સંશોધન અને વિકાસના ક્ષેત્રે 700 મિલિયન ડોલરથી વધુનો ખર્ચ કર્યો છે.

2 COMMENTS

  1. It’s remarkable to visit this web site and reading the views of all colleagues concerning this article, while I
    am also eager of getting know-how.

  2. I have been surfing online more than 4 hours today,
    yet I never found any interesting article like yours.
    It’s pretty worth enough for me. Personally, if all web owners and bloggers made good content
    as you did, the net will be a lot more useful than ever before.

LEAVE A REPLY

17 + 11 =