ગુજરાત એન્ટી ટેરરિસ્ટ ક્વોડ (એટીએસ) અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે સંયુક્ત કાર્યવાહી કરીને જખૌના દરિયામાંથી રૂ.200 કરોડના ડ્રગ્સ સાથે બુધવારે 6 પાકિસ્તાની ધરપકડ કરી હતી. (ANI Photo)

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ ક્વોડ (એટીએસ) અને ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે સંયુક્ત કાર્યવાહી કરીને જખૌના દરિયામાંથી રૂ.200 કરોડના ડ્રગ્સ સાથે બુધવારે 6 પાકિસ્તાની ધરપકડ કરી હતી. 40 કિગ્રાનો આ ડ્રગ્સનો જથ્થો પાકિસ્તાનથી ગુજરાત અને ગુજરાતથી પંજાબ તથા ઉત્તર ભારત મોકલવાનો હતો. પાકિસ્તાનના ડ્રગ્સ માફિયાઓ સાથે નાઇજીરિયા ગેંગના ચીફ તથા દિલ્હીના કેટલાક ડ્રગ્સ માફિયાઓ પણ સંડોવાયેલા હોવાનું તપાસમાં સામે આવ્યું હતું.

છેલ્લા ચાર પાંચ વર્ષમાં ગુજરાત એટીએસના અધિકારીઓએ 3000 કરોડ કરતાં વધારેનું ડ્રગ્સ ઝડપી લીધું છે. ગુજરાત એટીએસના ડીવાયએસપી કે. કે. પટેલને બાતમી મળી હતી કે પાકિસ્તાનથી કરાચીના ડ્રગ્સ માફિયા અબ્દુલ્લાએ કરાંચી બંદરથી બોટમાં ચાલીસ કિલો ડ્રગ્સનો જથ્થો ગુજરાતના દરિયા કિનારે થઈને જખૌ બંદરે મોકલવા માટે તૈયારી કરી હતી અને બોટમાં તે છ યુવકો સાથે રવાના કર્યો હતો. બાતમી મળતાની સાથે જ એટીએસના અધિકારીઓ જખૌ પહોંચી ગયા હતા અને કોસ્ટ ગાર્ડના અધિકારીઓ સાથે મધદરિયે જઈને તપાસ કરતા પાકિસ્તાની બોટ નજરે પડતા તેને કોર્ડન કરી લેવાઈ હતી અને તેને કબજે લઈ તેની તપાસ કરતા બોટમાંથી ચાલીસ કિલો ડ્રગ મળી આવ્યું હતું. જેની ઇન્ટરનેશનલ બજાર કિંમત રૂ.200 કરોડ થાય છે.

LEAVE A REPLY

five × five =