Crypto currency / Blockchain
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

સંયુક્ત રાષ્ટ્રના એક અહેવાલ અનુસાર વર્ષ 2021માં 7.3 ટકા ભારતીયો ડિજિટલ કરન્સીમાં રોકાણ ધરાવતા હતા.આમ આ યાદીમાં ભારત સાતમા ક્રમે રહ્યું છે. સંયુક્ત રાષ્ટ્રની ટ્રેડ એન્ડ ડેવલપમેન્ટ એજન્સી UNCTADએ જણાવ્યું હતું કે  વર્ષ 2021મા ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ ધરાવતી વસ્તીની ટકાવારીની દ્રષ્ટિએ ટોચના 20 અર્થતંત્રોમાં માંથી 15 વિકસિત દેશો હતા.      

આ યાદીમાં ક્રિપ્ટો કરન્સી ધરાવતી 12.7 ટકા વસ્તી સાથે યુક્રેન ટોચ પર હતું. બીજા ક્રમે રશિયામાં 11.9 ટકા, વેનેઝુએલામાં 10.3 ટકા, સિંગાપોરમાં 9.4 ટકા, કેન્યામાં 8.5 ટકા અને અમેરિકામાં 8.3 ટકા નાગરિકો ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ ધરાવતા હતા. ભારતમાં વર્ષ 2021 દરમિયાન ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ ધરાવતા હોય તેવા લોકોનું પ્રમાણ કુલ વસ્તીના 7.3 ટકા જેટલુ હતુ અને આ યાદીમાં ભારત સાતમાં ક્રમે છે.