Jharkhand actress shot dead,
પ્રતિકાત્મક તસવીર (istockphoto)

અમેરિકાના વર્જિનિયાના ચેસાપીક શહેરના વોલમાર્ટ સ્ટોરમાં મંગળવારની રાત્રે ગોળીબારમાં સાત લોકોના મોત થયા હતા અને અનેક ઘાયલ થયા હતા. એમ સત્તાવાળાઓએ જણાવ્યું હતું. કોલોરાડો એલજીબીટીક્યુ નાઇટક્લબમાં એક બંદૂકધારીએ પાંચની હત્યા કરી હતી અને 17ને ઘાયલ કર્યા હતા તેના થોડા દિવસોમાં ફાયરિંગની વધુ એક ઘટના બની છે.

પ્રારંભિક અપડેટમાં, પોલીસે જણાવ્યું હતું કે તેઓ માને છે કે 10થી ઓછા લોકો માર્યા ગયા છે. ઘણા છુપાયેલા સ્થળો સાથે “ખૂબ મોટા” સ્ટોરમાં પોલીસ પણ પીડિતોની શોધખોળ ચાલુ કરી હતી. પોલીસે ઉમેર્યું હતું કે પોલીસ માને છે કે માત્ર એક શૂટર હતો, જે માર્યો ગયો હતો.

પોલીસે હજુ સુધી શંકાસ્પદ શૂટર વિશે કોઈ વિગતો આપી ન હતી, પરંતુ કેટલાક મીડિયા આઉટલેટ્સે સ્ટોરનો મેનેજર હત્યારો હોવાનો દાવો કર્યો હતો. જોકે પોલીસે તેને પુષ્ટી આપી ન હતી.

હુમલાખોરે આત્મહત્યા કરી છે કે પોલીસ ફાયરિંગમાં મોત થયું છે અંગે સ્પષ્ટતા ન હતી. ફાયરિંગની ઘટનાની જાણ થતાં ચેસાપીક પોલીસે વોલમાર્ટમાં કથિત સક્રિય શૂટરને પકડવાના પ્રયાસો કર્યા અને તેના પર ફાયરિંગ કર્યું હતું.
વોલમાર્ટ સ્ટોરની બહાર ભારે પોલીસ ફોર્સ તૈનાત કરાયો હતો. અમેરિકામાં માસ શૂટિંગનો સિલસિલો યથાવત છે. અમેરિકાના એક યા બીજા શહેરમાંથી દરરોજ માસ ફાયરિંગનાના સમાચાર આવે છે. બે દિવસ પહેલાં જ કોલોરાડો સ્પ્રિંગ્સમાં એક ગે નાઈટક્લબની અંદર એક બંદૂકધારીએ ફાયરિંગ કર્યું હતું જેમાં ઓછામાં ઓછા પાંચ લોકો માર્યા ગયા હતા અને 18 ઘાયલ થયા હતા.

LEAVE A REPLY

ten + eight =