87,000 people donated blood on Modi's birthday
(ANI Photo/PIB)

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિન (17 સપ્ટેમ્બર)એ એક પખવાડિયા લાંબા રક્તદાન અભિયાનનો પ્રારંભ થયો છે અને પ્રથમ દિવસે જ 87,137થી વધુ લોકોએ રક્તદાન કર્યું હતું, જે વિશ્વવિક્રમ છે, એમ કેન્દ્રીય આરોગ્ય પ્રધાન મનસુખ માડવિયાએ જણાવ્યું હતું.

દિલ્હીની સફદરજંગ હોસ્પિટલના એક કેમ્પમાં રક્તદાન કરીને માડવિયાએ રક્તદાન અમૃત મહોત્સવના ભાગરૂપે રક્તદાન કરવા નાગરિકોને આરોગ્ય સેતુ એપ કે ઇ-રક્તકોષ પોર્ટલ પર રજિસ્ટ્રેશન કરવાનો અનુરોધ કર્યો હતો. રક્તદાન અમૃત મહોત્સવ 1 ઓક્ટોબર સુધી ચાલુ રહેશે.

અધિકારીઓએ જણાવ્યું હતું કે પ્રથમ દિવસે રક્તદાન કરનારા વ્યક્તિઓની ગણતરી હજુ ચાલુ છે. દેશભરમાં અત્યાર સુધી 6,136 રક્તદાન કેમ્પને મંજૂરી અપાઈ છે અને આશરે 1,95,925 દાતાએ નોંધણી કરાવી છે. આ અભિયાનનો હેતુ એક દિવસમાં એક લાખ યુનિટ બ્લડ એકત્ર કરવાનો છે. એક યુનિટ બ્લડ એટલે 350 એમએલ લોહી.

અગાઉનો અખિલ ભારતીય તેરાપંથ યુવક પરિષદના અભિયાન દરમિયાન રક્તદાનનો રેકોર્ડ નોંધાયો હતો, જે સમયે  87,059 લોકોએ રક્તદાન કર્યું હતું.

LEAVE A REPLY

four × two =