અત્યારે તો લોકોના જીવ બચાવવા આવશ્યક: ટ્રેવર ફિલિપ્સ
બાર્ની ચૌધરી અને શૈલેષ સોલંકી
દેશના અગ્રણી ઇક્વાલીટી કેમ્પેઇનર્સે દાવો કર્યો છે કે ‘માળખાગત રેસિઝમ’ના કારણે એશિયન અને બ્લેક હેલ્થ વર્કર્સને કોરોના વાઈરસના રોગચાળા દરમિયાન જોખમમાં મુકવામાં આવી રહ્યા છે.ઇક્વાલીટી એન્ડ હ્યુમન રાઇટ્સ કમિશનના (EHRC) ના ભૂતપૂર્વ અધ્યક્ષ ટ્રેવર ફિલિપ્સે જણાવ્યું હતું કે પ્રોટોકોલ્સ સખત ન હોવાથી કેટલાક વર્કર્સને વધુ જોખમી ફરજ નિભાવવા ધકેલવામાં આવે છે.એશિયન, બ્લેક અને લઘુમતી અને વંશીય સમુદાયો (BAME)ના લોકોના કોવિડ-19ના કારણે અપ્રમાણસર સંખ્યામાં થઇ રહેલા મૃત્યુ અને ચેપ લાગવા અંગેના પબ્લિક હેલ્થ ઇંગ્લેંડના રીવ્યુ માટે મદદ કરનારા મહત્વના નિષ્ણાતોમાંના એક ટ્રેવર ફિલીપ્સે જણાવ્યું હતું કે આ મુદ્દો તેમની સમક્ષ વંશીય લઘુમતીના આરોગ્ય કર્મચારીઓ દ્વારા ઉઠાવવામાં આવ્યો છે.
ટ્રેવર ફિલીપ્સે જણાવ્યું હતું કે ‘’ઉદાહરણ તરીકે તેઓ નાઈટ શિફટમાં કામ કરી રહ્યા છે, તેઓને એવી જગ્યાએ ધકેલાય તેવી સંભાવના છે જ્યાં જોખમ વધારે હોય છે, કારણ કે ફરજ સોંપવાના પ્રોટોકોલ એટલા મજબૂત નથી અથવા શિસ્ત એટલી સખત નથી.સ્વાસ્થ્ય સેવામાં લાંબી, જડ ટેવો અને વર્તણૂક નથી જે શ્વેત સિવાયના લોકોને અમુક કાર્યોમાં અને અમુક સ્તરે રાખતા હોવાની દલીલ કરી શકતા નથી. મને લાગે છે કે હવે તે બાબતે તો કોઈ સવાલ જ નથી. શું તે કોવિડ-19ની સ્થિતિમાં આ મુદ્દાને અસર કરે છે? હું તે માટે ચોક્કસ નથી. કંઈક છે જેની તમારે તપાસ કરવી પડશે.”
ગયા અઠવાડિયે આઇટીવી ન્યૂઝે એક સર્વે રજૂ કર્યો હતો. જેમાં BAME મેડિક્સ અને હેલ્થ કેર સ્ટાફના 84 ટકા લોકોએ જણાવ્યું હતું કે તેઓ કોવિડ-19ના સંભવિત સંસર્ગમાં આવે તેવી વધુ ફ્રન્ટ લાઇન ફરજો અપાતી હતી. બ્રિટિશ મેડિકલ એસોસિએશનના અધ્યક્ષ, ડૉ. ચાંદ નાગપૌલે કહ્યું હતું કે કોવિડ-19ના કારણે મૃત્યુ પામેલા 94 ટકા ડોકટરો BAME બેકગ્રાઉન્ડના છે.ફિલીપ્સે જણાવ્યું હતું કે “હું માત્ર તેને સુધારવા માંગું છું. જો હું મેટ હેન્કોક અથવા સાયમન સ્ટીવન્સ હોઉં અને એનએચએસ ચલાવતો હોઉં તો હું ફક્ત તેની તપાસ કરીશ એમ કહેવાના બદલે તેનો ઉકેલ લાવત.હું પુરાવાની જવાબદારી ઉલટાવી નાખું અને દરેક કપરી સ્થિતિના જવાબદાર અધિકારીને કહું કે તમે એવું બતાવી આપો કે તમારે ત્યાં આવું થતું નથી.
ગયા અઠવાડિયે એનએચએસ કન્ફેડરેશનના અધ્યક્ષ લોર્ડ એડેબોવાલેએ ગરવી ગુજરાતને કહ્યું હતું કે વંશીય જૂથોમાં વધી રહેલા મૃત્યુમાં રેસિઝમની “સ્પષ્ટ ભૂમિકા” છે.તપાસ માટે નિમણૂક થયા પછીના પ્રથમ ઇન્ટરવ્યુમાં આ અખબાર સાથે વિશેષ વાત કરતાં, ફિલિપ્સે જણાવ્યું હતું કે ‘લઘુમતી સમુદાયોમાં સરકારનો સંદેશા પહોંચાડવાનો પ્રારંભિક અભાવ એ માળખાગત રેસિઝમનું ઉદાહરણ છે.લોકો જુદી જુદી જાતિના છે તેને કારણે તેમની સામે જાતિવાદી હઠાગ્રહ દાખવાય છે તેવું નથી, ખરેખર તો એ માળખાગત રેસિઝમ નથી. માળખાકીય રેસિઝમ આદતો, જડતા અને ઉપેક્ષામાં રહેલો છે. એવું નથી કે તેઓ બ્લેક કે નોન વાઈટ લોકોની ઉપેક્ષા કરે છે, પણ વાસ્તવિકતા એ છે કે તેમને એ વાતનો અહેસાસ નથી કે બ્લેક, નોન વાઈટ લોકો આ બાબતે જુદી રીતે વિચારે છે.”
ફિલિપ્સે કહ્યું હતું કે ‘’હું અમેરિકાના આંકડાઓની તપાસ કર્યા બાદ વધુ પ્રમાણમાં BAME લોકોને કોવિડનો ચેપ લાગ્યો હોવાથી વાકેફ થયો હતો, કારણ કે તેમાં બતાવવામાં આવ્યું હતું કે અસાધારણ રીતે વધુ પ્રમાણમાં બ્લેક પુરુષો અને સ્ત્રીઓના આ રોગચાળાથી મોત થઈ રહ્યા છે.’’જ્યારે તેઓ બ્રિટનમાં જુદા જુદા વંશીય જૂથોના લોકોને લાગેલા ચેપનો અભ્યાસ કરતા હતા ત્યારે મળેલા પુરાવાએ તેમની વિચારની પ્રક્રિયા જ થંભાવી દીધી હતી, પરંતુ કોઈ તેના વિશે વાત કરતું નહતુ.’’ફિલિપ્સે માર્ચના અંતમાં સરકાર સાથે વાત કરી હતી અને તેમને હતું કે તેમની ભૂતપૂર્વ હાઇ-પ્રોફાઇલ ભૂમિકાને કારણે સરકાર તેમની વાત સાંભળશે.
તેમણે દેશના ચિફ મેડિકલ ઓફિસર પ્રોફેસર ક્રિસ વ્હિટીની પ્રશંસા કરતાં જણાવ્યું હતું કે “એક દિવસનો પણ વ્યય કર્યા વગર” તેમણે પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડને શું થઈ રહ્યું છે તે શોધવા નિર્દેશ આપ્યો હતો.ફિલિપ્સ અને તેમના વ્યવસાયિક ભાગીદાર પ્રો. રીચાર્ડ વેબર, BAME સમુદાયો પર વાઈરસના પ્રભાવ પરના ડેટાના વિશ્લેષણ માટે વિકસાવાયેલા સોફિસ્ટિકેટેડ સોફ્ટવેરનો ઉપયોગ કરી રીવ્યુને ટેકો આપી રહ્યા છે. તેઓ સંખ્યાબંધ પરિબળોના પ્રભાવની તપાસ કરશે જેમાં વસ્તી વિષયક, વંશીયતા, વય, આરોગ્યની મૂળભૂત પરિસ્થિતિઓ અને વ્યવસાય સામેલ છે. ત્યારબાદ આ ડેટાનું પીએચઇના તબીબી નિષ્ણાતો દ્વારા અર્થઘટન કરવામાં આવશે.
ઓફિસ ફોર નેશનલ સ્ટેટેસ્ટીક્સના આંકડા મુજબ ઇંગ્લેન્ડ અને વેલ્સમાં આ રોગનો ચેપ લાગ્યા બાદ મૃત્યુ પામતા શ્યામ પુરુષો અને સ્ત્રીઓની સંખ્યા શ્વેત લોકો કરતાં ચાર ગણી વધારે છે. બંગલાદેશી અને પાકિસ્તાની પુરુષો લગભગ બમણી (1.8) સંખ્યામાં મરણ પામે છે. નિષ્ણાંત જૂથ એવા પરિબળોની સમીક્ષા હાથ ધરશે જે વાઈરસનો ચેપ લાગેલા લોકોને અસર કરી શકે છે. તેમાં ભૌગોલિક ફેલાવો, અભાવો અને આરોગ્યની અસમાનતાઓ તેમ જ સામાજિક પરિસ્થિતિઓની તપાસ કરવાનુ સામેલ હશે. ફિલિપ્સ જાહેર તપાસના વિરોધી નથી, પણ હાલમાં તે માટેનો સમય નથી એમ તેમણે કહ્યું હતુ
“સો વાતની એક વાત કહુ તો લોકો હાલમાં મરી રહ્યા છે. હું એ વિચારી જ શકતો નથી કે શા માટે હું એવી કોઈ બાબત વિષે વાત કરવામાં 10 મિનિટનો સમય બગાડું કે જે એક વ્યક્તિનું જીવન પણ બચાવી શકતી ના હોય. મારા વિશ્લેષણ વિશે વાત કરૂ તો તે જોખમ ધરાવતા લોકોનો જીવ બચાવવા માટે આરોગ્ય સેવાને ધ્યાન કેન્દ્રિત કરવામાં મદદ કરી શકે છે. તેથી, મારા માટે તે પ્રાથમિકતાનો વિષય છે.”
ગરવી ગુજરાત સાથે બે અઠવાડિયા પહેલા એક મુલાકાતમાં, હેલ્થ સેક્રેટરી મેટ હેનકોકે આ મહિનાના અંત સુધીમાં પ્રારંભિક તારણો જાહેર કરવાનુ વચન આપ્યું હતું.ફિલિપ્સે કહ્યું હતું કે “મારા માટે મોટી અગ્રતા એ છે કે કોણ જોખમમાં છે? શું તેઓ વધુ સારી રીતે સુરક્ષિત થઈ શકે? કોણે તે નક્કી કરવાની જરૂર છે? ચાલો હવે તેમનું રક્ષણ કરીએ. ”
પીએચઇ સમીક્ષામાં તેમની નિમણૂકની ટીકા થઈ છે. તેમના ટીકાકારોમાં કન્ઝર્વેટિવ પાર્ટીના ભૂતપૂર્વ અધ્યક્ષ બેરોનેસ વારસી અને ઑપરેશન બ્લેક વોટના ડાયરેક્ટર લોર્ડ વુલી પણ છે. પીએચઇને 100 બ્લેક બ્રિટીશ મહિલાઓ દ્વારા સહી કરાયેલો એક ખુલ્લો પત્ર પણ મળ્યો હતો જેમાં તેમણે ફિલિપ્સને દૂર કરવાની વિનંતી કરી હતી અને “રોગચાળા સાથે જાતિવાદી રાજકારણ રમવાનો” આરોપ લગાવાયો હતો.
ફિલિપ્સે કહ્યું હતું કે “અત્યારે કોઈએ પણ આના રાજકારણની ચિંતા કરવાની નથી. અમને જેમાં રસ છે તે એ છે કે જે તથ્યો અમને કહે છે, અને જો તે અમને જોખમમાં મુકાયેલા કોઈની વાત કરે છે, તો આપણે તેને જોખમમાંથી બહાર કાઢવા શું કરવાની જરૂર છે? હું સંપૂર્ણ રીતે સમજું છું કે બ્રિટનના મુસ્લિમ સમુદાયોની વાત આવે ત્યારે હું ખરેખર મારો કહેવાનો અર્થ શું છે તે સમજાવવામાં નિષ્ફળ ગયો છું.
હું જાણું છું કે કેટલાક લોકો તેમના રાજકીય કારણોસર હુ જે કહું છું તે બાબતોની ટીકા કરે છે. પરંતુ હું એ પણ જાણું છું કે એવા લોકો પણ છે જેઓ મેં કહેલી બાબતોથી અસ્વસ્થ છે કારણ કે તેઓ યુકેના બધા ફેઇથ અને બધી સંસ્કૃતિઓને યોગ્ય રીતે સમજવાની અને માન આપવાની મારી ઇચ્છા પ્રમાણિકપણે શેર કરે છે. અને તેઓ ચિંતા કરે છે કે મારી આસપાસની દલીલો એમાં અવરોધરૂપ છે.
આવું તો હું ક્યારેય ઈચ્છું નહીં.“હું મારા મુસ્લિમ મિત્રો અને સહકાર્યકરો માટે બીજા કોઈની જેમ ખુલ્લી અને મજબૂત ચર્ચા કરવાનો અધિકાર ઇચ્છું છું, અને મેં જે કહ્યું છે તેનો કોઈ અલગ અર્થ કરી શકાય, તો મારે મારા લેખન અને બોલવામાં વધુ સારું કામ કરવાની જરૂર છે. અને અંતે, રોડની કિંગના સવાલના જવાબનો એક ભાગ એ છે કે ‘આપણે બધા જ કેમ સાથે નથી મળી શકતા’ શું આપણે બંને એકબીજા સાથે ખુલ્લા અને પ્રામાણિક ન હોવુ જોઈએ, આપણા જુદા જુદા દ્રષ્ટિકોણો વહેંચવાની જરૂર છે, ક્રોધ સાથે નહિં પરંતુ ઉદારતા, આદર અને સમજ સાથે.”