Sonali Phogat
હરિયાણા ભાજપના નેતા અને રિયાલિટી શો બિગ બોસ ફેમ સોનાલી ફોગટનું સોમવારની રાત્રે ગોવામાં માત્ર 42 વર્ષની ઉંમરે અવસાન થયું હતું. . (ANI Photo)(File Photo)

હરિયાણા ભાજપ નેતા અને ટિક-ટોક સ્ટાર સોનાલી ફોગાટના મોત મામલે ગુરુવારે ગોવા પોલીસે હત્યાનો કેસ દાખલ કર્યો હતો. સોનાલીના ભાઈ રિન્કૂ ઢાકાની ફરિયાદ પર સોનાલીના પીએ સુધીર સાંગવાન અને તેના સાથી સુખવિંદરની વિરુદ્ધ હત્યાનો કેસ કરાયો હતો. 42 વર્ષીય સોનાલી 23 ઓગષ્ટની સવારે ગોવાની હોટેલમાં મૃત હાલતમાં મળી આવી હતી. શરૂઆતમાં એવું માનવામાં આવતું હતું કે તેને હાર્ટએટેક આવ્યો હતો.

સોનાલીના મૃતદેહનું પોસ્ટમોર્ટમ કરવામાં આવ્યું હતું અને તેના શરીરના ઘા પડ્યાના નિશાન મળી આવ્યા હતા.. સોનાલીના બનેવી અમન પૂનિયાએ જણાવ્યું કે પોસ્ટમોર્ટમ બાદ સુધીર અને સુખવિંદરની વિરુદ્ધ હત્યાનો કેસ કરવામાં આવ્યો છે.આ પહેલાં ગોવામાં અમન પૂનિયાએ આરોપ લગાવ્યો હતોકે સોનાલીના મોતના 12 કલાક બાદ સુધીર સાંગવાન તેનો મોબાઇલ ઉપયોગ કરતો હતો. જ્યારે તેમણએ ગોવા પોલીસને સવાલ કર્યો કે સુધીર પાસેથી સોનાલીનો ફોન કેમ લેવામાં આવ્યો નહીં, તો આ મામલે ગોવા પોલીસ સંતોષકારક જવાબ આપી શકી નહતી. અમન પૂનિયાનું કહેવું છે કે સોનાલી હત્યા રાજકીય ષડયંત્રના ભાગરુપે થઈ છે, એમાં સુધીર સામેલ છે. સોનાલીના ભાઈ રિન્કુએ સુધીર સાંગવાન પર બળાત્કારનો આરોપ પણ લગાવ્યો હતો.