A heart-stopping victory for Mumbai in the last over
(ANI Photo/ Digital Restriction)

મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રવિવારે આઈપીએલના ઈતિહાસની 1000મી મેચ રમાઈ હતી, જેમાં સ્થાનિક ટીમ મુંબઈ ઈન્ડિયન્સનો રાજસ્થાન રોયલ્સ સામે છેલ્લી ઓવરમાં દિલધડક વિજય થયો હતો. 

રાજસ્થાને પહેલા બેટિંગ કરતાં 7 વિકેટે 212 રનનો સ્કોર ખડકી દીધો હતો. યુવા ઓપનર યશસ્વી જયસ્વાલે 62 બોલમાં 124 રનની આતશબાજી જમાવી હતી, જેમાં 8 છગ્ગા અને 16 ચોગ્ગાનો સમાવેશ થતો હતો. તેના સિવાય સૌથી વધુ 25 રન એક્સ્ટ્રાના હતા. જયસ્વાલ છેલ્લી ઓવરમાં આઉટ થયો હતો. મુંબઈ તરફથી અર્શદ ખાને સૌથી વધુ – ત્રણ, પિયુષ ચાવલાએ બે તથા જોફ્રા આર્ચર અને મેરેડિથે એક-એક વિકેટ લીધી હતી.  

મુંબઈની શરૂઆત ખરાબ રહી હતી, સુકાની રોહિત શર્મા ફક્ત 3 રન કરી બીજી ઓવરમાં આઉટ થયો હતો, પણ એ પછી ઈશાન કિશન (28) અને કેમરન ગ્રીને (44) બાજી સંભાળી હતી. સૂર્યકુમાર યાદવ રવિવારે ચમક્યો હતો અને તેણે 29 બોલમાં 55 કરી ટીમને વિજયના માર્ગે મુકી દીધી હતી, તો છેલ્લે ટીમ ડેવિડે 20માં ઓવરમાં પહેલા ત્રણ બોલમાં સતત ત્રણ છગ્ગા ફટકારી રાજસ્થાનને આંચકો આપ્યો હતો.  પ્લેયર ઓફ ધી મેચ પુરસ્કાર જો કે, રાજસ્થાનના યશસ્વી જયસ્વાલને અપાયો હતો.  

LEAVE A REPLY

two × 1 =