A Maryland man bought three lottery tickets won all three

અમેરિકાના મેરિલેન્ડમાં 67 વર્ષીય એક વ્યક્તિ 150,000ની લોટરીમાં વિજતા જાહેર થયા હતા. આ ઘટનાની વિશેષતા એ છે કે, તેમણે ભૂલથી એક સરખી ત્રણ લોટરી ખરીદી હતી અને 22 સપ્ટેમ્બરે તેઓ તમામ લોટરીમાં વિજેતા થયા હતા.

એક અખબારી રીપોર્ટ મુજબ, તે એક મોટી સર્જરી કરાવવાનું આયોજન કરવાના હતા અને ત્રણેય વખતે નસીબે તેમને સાથ આપ્યો હતો.

આ રીપોર્ટમાં જણાવ્યા પ્રમાણે તેમણે કહ્યું હતું કે, મેં ભૂલથી એક સાથે ત્રણ ટિકિટ ખરીદી હતી અને તે ત્રણેયમાં નસીબે મને સાથ આપ્યો હતો. આ વાત માનવામાં ન આવે તેવી છે. તેમને જે નંબર પર લોટરી લાગી હતી તે તેમની પત્નીના જન્મ દિવસ આધારિત હતો. તેઓ એ પણ ભૂલી ગયા હતા કે, તેમણે પિક 5 ગેમની બપોર અને સાંજની ટિકિટ ખરીદી હતી અને તેમની પત્નીએ અજાણતા તે દિવસે બીજી ટિકિટ ખરીદી હતી. આ વૃદ્ધ દંપત્તીને થયું હતું કે, આટલી ટિકિટ ખરીદવામાં તેમના ખોટા નાણા ખર્ચાઇ ગયા છે. પરંતુ તેમના નસીબમાં કંઇક બીજું જ લખ્યું હતું. તેમને કુલ 150,000 ડોલરની લોટરી લાગી હતી.

તાજેતરમાં મિશિગનની એક વ્યક્તિએ દર વર્ષે 25 હજાર ડોલરની મિશિગન લોટરી આજીવન માટે જીતી હતી. ઝીલેન્ડના 55 વર્ષીય સ્કોટ સ્નાઇડરે એક ગેસ સ્ટેશનમાંથી લકી ફોર લાઇફ ટિકિટ ખરીદી હતી અને જાણીતા નંબરોનો આખો સેટ ખરીદી લીધો હતો. સ્નાઇડરે મિશિગન લોટરીના અધિકારીઓને માહિતી આપી હતી કે, ટિકિટમાં નંબરોનો એક ક્રમ હતો જે, જાણીતો હતો.

7 ઓગસ્ટે સ્નાઇડરના વિજેતા નંબરો 07-12-31-37-44 હતા, જે પાંચ સફેદ બોલ સાથે જોડાયેલા હતા. સ્નાઇડર પોતાનો પુરસ્કાર લેવા લોટરીની મુખ્ય ઓફિસે ગયા હતા. 20 વર્ષ અથવા પોતાના બાકીના જીવન માટે 25 હજાર ડોલર વાર્ષિક લેવાને બદલે તેમણે જીતેલા 390,000 ડોલર એક સાથે લઇ લેવાનો વિકલ્પ પસંદ કર્યો હતો. તેઓ આ નફામાંથી એક ઘરી ખરીદવા ઇચ્છે છે.

LEAVE A REPLY

8 − seven =