Aadhaar card can be updated online with the consent of the head of the family

ભારતની યુનિક આઇડેન્ટિફિકેશન ઓથોરિટી ઓફ ઇન્ડિયા (UIDAI)એ પરિવારના વડાની સંમતિ સાથે આધારનું સરનામું ઓનલાઇન અપડેટ કરવાની મંજૂરી આપી છે. મંગળવારે જારી કરાયેલા સત્તાવાર નિવેદન મુજબ રેશન કાર્ડ, માર્કશીટ, લગ્નનું પ્રમાણપત્ર, પાસપોર્ટ સહિતના પુરાવા સુપરત કર્યા પછી નવી પ્રક્રિયા શરૂ કરી શકાશે. અરજીમાં અરજદાર અને પરિવારના વડાનું નામ તેમજ તેમની સાથેના સંબંધનો ઉલ્લેખ કરવાનો રહેશે. પ્રક્રિયામાં ઓટીપી આધારિત ઓથેન્ટિકેશનની જરૂર છે. સંબંધ અંગેના પુરાવો ઉપલબ્ધ ન હોય તો UIDAIના નિર્ધારિત ફોર્મેટમાં અરજદારે પરિવારના વડાની સ્વકબૂલાત સુપરત કરવાની રહેશે.

આ નિવેદનમાં જણાવ્યા અનુસાર “આધારમાં પરિવારના વડાની સંમતિથી સરનામું ઓનલાઇન અપડેટ કરવાની મંજૂરીથી પોતાના નામે સરનામું અપડેટ કરવા જરૂરી પુરવા નહીં ધરાવતા ભારતના નિવાસી વ્યક્તિના બાળકો, જીવનસાથી, માતાપિતા સહિતના સંબંધીઓને મોટી મદદ મળશે. ખાસ કરીને દેશમાં જ વિવિધ કારણોસર જુદાજુદા શહેરો બદલતા લાખો લોકો માટે આ સુવિધા લાભદાયી પુરવાર થશે.”

UIDAI અત્યારે પણ કાયદેસર પુરાવા સાથે સરનામું અપડેટ કરવાની સુવિધા પૂરી પાડે છે. નવો ઓનલાઇન વિકલ્પ હાલની સુવિધા ઉપરાંતનો રહેશે. નિવેદનમાં જણાવ્યા અનુસાર “સરનામાના ઓનલાઇન અપડેટ માટે ૧૮ વર્ષથી વધુની વયની કોઇ પણ વ્યક્તિ પરિવારના વડાની ભૂમિકા ભજવી શકે અને નવી પ્રક્રિયા દ્વારા તેનું સરનામું પોતાના સગાં-સંબંધી સાથે શેર કરી શકે.” ભારતનો નિવાસી ‘માય આધાર’ પોર્ટલ પર જઈ સરનામું ઓનલાઇન અપડેટ કરી શકે. પોર્ટલ પર દર્શાવેલી પ્રક્રિયાનું પાલન કરી સરનામું ઓનલાઇન અપડેટ કરી શકાશે.

LEAVE A REPLY

15 − 12 =