AAHOAના પ્રેસિડન્ટ અને સીઇઓ સેસિલ પી. સ્ટેટને પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. જોકે અસરકારક રીતે પરિવર્તનમાં સહાય કરવા તથા હાલના પ્રોજેક્ટ્સની અને સંબંધોની સફળતા માટે સ્ટેટન AAHOAમાં કન્સલ્ટન્ટ તરીકે કામગીરી ચાલુ રાખી ના પદાધિકારીઓને સહયોગ આપશે. એન્ટલાન્ટામાં તાજેતરમાં હંટર હોટેલ કોન્ફરન્સ દરમિયાન યોજાયેલી AAHOAની ઇવેન્ટમાં સ્ટેટન દેખાય છે.

વિશ્વના સૌથી મોટા હોટેલ ઓનર્સ એસોસિએશન AAHOAના પ્રેસિડન્ટ અને સીઇઓ સેસિલ પી. સ્ટેટને પોતાના હોદ્દા પરથી રાજીનામું આપ્યું છે. જોકે અસરકારક રીતે પરિવર્તનમાં સહાય કરવા તથા હાલના પ્રોજેક્ટ્સની અને સંબંધોની સફળતા માટે સ્ટેટન AAHOAમાં કન્સલ્ટન્ટ તરીકે કામગીરી ચાલુ રાખી ના પદાધિકારીઓને સહયોગ આપશે એવી AAHOAએ 7 જૂને જાહેરાત કરી હતી

AAHOAના ચેરમેન બિરન પટેલે જણાવ્યું હતું કે “અમેરિકાના હોટેલિયર્સ વતી અમે AAHOAમાં કામગીરી બદલ સેસિલનો આભાર માનીએ છીએ. કોરોના મહામારીને કારણે એક વર્ષ કરતાં વધુ સમયથી હોટેલિયર્સ તીવ્ર દબાણ હેઠળ રહ્યાં છે. આ પડકારજનક વર્ષમાં સેસિલે મક્કમ મનોબળ, નેતૃત્વ અને માર્ગદર્શન સાથે આ એસોસિએશનમાં સભ્યો સાથે વિક્રમજનક પ્રમાણમાં પરામર્શમાં સફળતા મેળવી હતી. અમારી વ્યૂહાત્મક યોજનાના ઘડતરમાં તેમના નેતૃત્વની હકારાત્મક અસર આ એસોસિએશન પર લાંબા સમય સુધી રહેશે.”

સ્ટેટને જણાવ્યું હતું કે આ ઉદ્યોગ અને એસોસિએશનના ઇતિહાસમાં સૌથી મુશ્કેલ સમયમાં એસોસિએશનની આગેવાની લેવાનો, કોરોના સંબંધિત સપોર્ટ અને રાહત માટેના પ્રયાસ કરવાનો તથા ઘણા હોટેલિયર્સના જીવનમાં પરિવર્તન લાવવાનો અવસર મળ્યો તે બદલ હું ઋણી છું. AAHOA પાસે એક સમર્પિત ટીમ છે, જેની સાથે કામ કરવાનો મને મોકો મળ્યો છે. આ શ્રેષ્ઠ સંગઠનમાં જોડાયો ત્યારથી જ હું આ ટીમની ઉત્કૃષ્ટતા માટેની પ્રતિબદ્ધતાથી પ્રભાવિત થયો હતો. AAHOAના નવા સ્ટ્રેટેજિક પ્લાનના ઘડતર માટેની અમારી કામગીરીથી એસોસિએશન તેની સંપૂર્ણ ક્ષમતા સાથે કામગીરી કરી શકશે.

AAHOAના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ અને સીઓઓ રાચેલ હમ્ફ્રીએ પણ જાહેરાત કરી હતી કે તેઓ 7 ઓગસ્ટથી આ એસોસિએશનની કામગીરીથી અળગા થશે.

AAHOAના એક્ઝિક્યુટિવ વાઇસ પ્રેસિડન્ટ અને સીઓઓ રાચેલ હમ્ફ્રીએ પણ જાહેરાત કરી હતી કે તેઓ 7 ઓગસ્ટથી આ એસોસિએશનની કામગીરીથી  અળગા થશે.

બિરન પટેલે જણાવ્યું હતું કે “આશરે 20 વર્ષ પહેલા રાચેલે લિગલ એડવાઇસ સાથે ફ્રેન્ચાઇચી મારફત AAHOAમાં કામગીરી ચાલુ કરી હતી. 2015માં તેઓ ફ્રેન્ચાઇઝી રીલેશન્સના વાઇસ પ્રેસિડન્ટ તરીકે AAHOAની એક્ઝિક્યુટિવ લીડરશિપ ટીમમાં સામેલ થયા હતા અને પછી ઇવીપી અને સીઓઓ બન્યાં હતા. તેમણે 2019માં વચગાળાના પ્રેસિડન્ટ અને સીઇઓ તરીકે પણ ભૂમિકા ભજવી હતી અને સાન ડિયાગોમાં AAHOA કન્વેન્શન એન્ડ ટ્રેડ શો, 2019માં એસોસિએશનની 30મી વર્ષગાંઠની ઉજવણી દરમિયાન એસોસિએશનને નેતૃત્વ પૂરું પાડ્યું હતું. AAHOA પ્રત્યે રાચેલના સમર્પણ તથા ફ્રેન્ચાઇઝી અને ઇન્ડસ્ટ્રી રીલેશન્સ તથા એસોસિએશનની કામગીરીને પગલે છ વર્ષમાં સફળતાના નવા શિખર હાંસલ કરવામાં અમને મદદ મળી છે. AAHOA મેમ્બરશિપ અને તેના બોર્ડ વતી હું AAHOAમાં નિસ્વાર્થ સમર્પણ બદલ તેમનો આભાર માનું છું.”

હમ્ફ્રીએ જણાવ્યું હતું કે “છેલ્લાં છ વર્ષમાં અમેરિકાના હોટેલ માલિકો અને ખાસ ખાસ કરીને AAHOAના આશરે 20,000 મેમ્બર્સ સાથે કામગીરી કરવાનો મને અવસર મળ્યો છે. હોટેલ ઉદ્યોગમાં AAHOAની મહત્વપૂર્ણ ભૂમિકા અને ટીમનો મને ગર્વ છે. મને ખાતરી છે કે AAHOA તેની સફળતાની ગાથા આગળ ધપાવશે.”

AAHOAએ હોટેલ ઉદ્યોગના ઇતિહાસના સૌથી કપરા સમય દરમિયાન તેના મેમ્બર્સ વતી નોંધપાત્ર કામગીરીની સિદ્ધિ હાંસલ કરી છે અને આ કાર્ય ક્યારેય અટકશે નહીં. AAHOA સ્ટ્રેટેજિક પ્લાનમાં નિર્ધારિત મહત્ત્વકાંક્ષી હેતુઓ અને વિઝન હાંસલ કરવા માટે સજ્જ છે.

બિરન પટેલે જણાવ્યું હતું કે “શ્રેષ્ઠ ટીમ સાથે AAHOA એક મજબૂત સંગઠન છે. અમારું બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ, એક્ઝિક્યુટિવ ટીમ અને પ્રોફેશનલ સ્ટાફ ભવિષ્મમાં આ સંગઠનને નવી ઊંચાઈએ લઈ જશે. આપણા સ્ટ્રેટેજિક પ્લાનના માર્ગદર્શન હેઠળ મેમ્બર્સ વતી AAHOAની કામગીરી ચાલુ રહેશે અને આવનારા ઘણા વર્ષો માટે પોઝિટિવ અસર લાવશે.

આ ઓર્ગેનાઇઝેશને નવી લીડરશિપ શોધવાની સર્વગ્રાહી પ્રક્રિયા ચાલુ કરી દીધી છે, જે અમેરિકાના હોટેલિયર્સને રીકવરીના માર્ગે આગળ વધવામાં માર્ગદર્શન પૂરું પાડતી રહેશે.