AAP released 11th list of 21 candidates for Gujarat elections
અમદાવાદમાં 4 નવેમ્બરે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટી (AAP)ના રાષ્ટ્રીય કન્વીનર અરવિંદ કેજરીવાલ અમદાવાદમાં પ્રેસ કોન્ફરન્સ દરમિયાન ગુજરાત વિધાનસભા ચૂંટણી માટે પાર્ટીના મુખ્યમંત્રી પદના ઉમેદવાર ઇસુદાન ગઢવી સાથે. (ANI ફોટો)

ગુજરાતમાં 1 અને 5 ડિસેમ્બરે યોજાનારી વિધાનસભાની ચૂંટણી માટે આમ આદમી પાર્ટીએ શનિવાર તેના 21 ઉમેદવારો સાથેની 11મી યાદી જાહેર કરી હતી. અરવિંદ કેજરીવાલની પાર્ટીએ રાજ્યના ચૂંટણી માટે અત્યાર સુધી કુલ 139 ઉમેદવારો જાહેર કર્યા છે. અગાઉ કોંગ્રેસે પણ પોતાના ઉમેદવારોની પ્રથમ યાદી જાહેર કરી હતી, જોકે સત્તાધારી ભાજપ દ્વારા હજુ પોતાના ઉમેદવારો જાહેર કરાયા નથી.

અગાઉ પાર્ટીએ ઇસુદાન ગઢવીને તેના મુખ્યપ્રધાનના ઉમેદવાર જાહેર કર્યા હતા. આમ આદમી પાર્ટી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં વિજય મેળવવા મોટાપાયે તૈયારીઓ કરી રહી છે. આપના રાષ્ટ્રીય સંયોજક અરવિંદ કેજરીવાલ અને અન્ય નેતાઓના ગુજરાતની વારંવાર મુલાકાત લઈ રહ્યાં છે.

આ આગાઉ આમ આદમી પાર્ટીએ 118 ઉમેદવારો જાહેર કર્યા હતા. ગોપાલ ઈટાલિયા અને ઈસુદાન ગઢવીના નામ થોડા દિવસમાં જાહેર થશે. પાર્ટીએ વાવ વિધાનસભા બેઠક પરથી ડોક્ટર ભીમ પટેલને, અમદાવાદની ઠક્કરબાપાનગરથી સંજય મોરી, બાપુનગરથી રાજેશભાઈ દીક્ષિતને, દસ્કોઈથી કિરન પટેલને, ધોળકાથી જાત્તુબા ગોલ, ધાંગધ્રાથી વાગજીભાઈ પટેલ, વિરમગામથી કુંવરજી ઠાકોર, માણાવદરથી કરશન બાપુ ભદ્રકા, ધારીથી કાંતિભાઈ સતાસિયા, સાવરકુંડલાથી ભરત નાકરની, મહુવા અમરેલીથી અશોક જોલિય, . તળાજાથી લાલુ બેન નરશીભાઈ ચૌહાણ, ગઢડાથી રમેશ પરમાર, ખંભાતથી ભરતસિંહ ચાવડા, સોજીત્રાથી મનુભાઈ ઠાકોર, લીમખેડાથી નરેશ પુનાભાઈ બારીયા, પાદરાથી જયદીપસિંહ ચૌહાણ, વાગરાથી જયરાજ સિંહ, અંકલેશ્વરથી અંકુર પટેલ, માંગરોળ બારડોલીથી સ્નેહલ વસાવા, સુરત વેસ્ટ થી મોકકેશ સંઘવીને પોતાના ઉમેદવાર બનાવ્યા છે.

LEAVE A REPLY

13 − two =