AAP organization changes in Gujarat, Isudan region president
(ANI Photo)

ગુજરાત વિધાનસભાની ૨૦૨૨ ની ચૂંટણીમાં ત્રીજો મોરચો તરીકે એન્ટ્રી કરનાર આમ આદમી પાર્ટી (આપ) અપેક્ષા પ્રમાણે દેખાવ કરી શકી નથી. આપના ટોચના નેતાઓ ઈસુદાન ગઢવી, ગોપાલ ઈટાલિયા, અલ્પેશ કથીરિયાનો પરાજય થયો છે. આમ આદમી પાર્ટીએ ૨૦૨૨ ની ચૂંટણી આ ત્રણેય ઉમેદવારોને આગળ કરીને લડી હતી, પરંતું તેમાં સફળતા મળી નથી. તો બીજી તરફ, જ્યાં આશા ન હતી, ત્યાં આપને સફળતા મળી છે. જામજોધપુર અને વિસાવદરમાં આમ આદમી પાર્ટીની જીત થઈ છે.

આમ આદમી પાર્ટીએ જેમને મુખ્યપ્રધાનનો ચહેરો બનાવ્યો હતો તે ઇસુદાન ગઢવીનો જામખંભાળિયાથી પરાજય થયો છે. આપના પ્રદેશ અધ્યક્ષ ગોપાલ ઈટાલિયા સુરતના કતારગામથી મેદાને ઉતર્યા હતા. પરંતુ તેઓ ભાજપના ઉમેદવાર વિનુ મોરડિયા સામે જીતી ન શકયા. ગોપાલ ઇટાલિયાને ૪૫૨૪૨ મત મળ્યા છે. જ્યારે વિનુ મોરડિયાને ૯૬૪૬૯ મત મળ્યા છે.

ભાજપના કુમાર કાનાણી સામે પડનાર આપના અલ્પેશ કથીરિયાને વરાછા બેઠક પર હારનો સામનો કરવો પડયો છે. વરાછા બેઠક પર અલ્પેશ કથીરિયાની હાર બાદ ડાયલોગ ઉઠ્યો કે, કાકા સામે ભત્રીજાની હાર. આ બેઠક પર પણ આપની મજબૂત પકડ હોવાનુ ચર્ચાતુ હતુ, પરંતુ અંતે કુમાર કાનાણીની જીત થઈ. વરાછા બેઠક પર ભાજપના ઉમેદવાર કુમાર કાનાણીને ૧૭ રાઉન્ડના અંતે ૬૬૭૮૫ મત મળ્યા હતા. તેની સામે અલ્પેશ કથીરિયાને ૫૦૦૩૧ મત મળ્યા છે. જોકે, બહુ જ ઓછા માર્જિનથી કુમાર કાનાણી જીત્યા છે. જો કે જામજોધપુરમાં આમ આદમી પાર્ટીના ઉમેદવારનો વિજય થયો છે. અહી આપના ઉમેદવાર આહિર હેમંતભાઈનો વિજય થયો છે. તેઓને ૫૫ હજારથી વધુ મતો મળ્યા હતા અને બીજા ક્રમે રહેલ ભાજપ ઉમેદવાર ચીમનભાઈને તેઓએ પછાડયા હતા. તેમણે ૪૯% ટકા અને ભાજપના ઉમેદવાર ચીમનભાઈએ ૩૮% થી વધારે મત મેળવ્યા હતા. બોટાદમાં આપના ઉમેદવાર ઉમેશ મકવાણાની જીત થઈ છે. વિસાવદરમાં આમ આદમી પાર્ટીના ભૂપેન્દ્ર ભાયાણીનો વિજય થયો છે.

LEAVE A REPLY

18 − 9 =