Adani will transform Dharavi Asia's largest slum
(Photo by PUNIT PARANJPE/AFP via Getty Images)

બિલિયોનેર્સ ગૌતમ અદાણીના વડપણ હેઠળના અદાણી ગ્રુપની કંપની અદાણી રિયલ્ટીને ધારાવી સ્લમના રિડેવલપમેન્ટ પ્રોજેક્ટ મેળવ્યો છે. અદાણી ગ્રુપે આ પ્રોજેક્ટ માટે સૌથી ઊંચી રૂ. 5,069 કરોડની બિડ કરી હતી.  

મુંબઈ સ્થિત ધારાવી એશિયાના સૌથી મોટા સ્લમ વિસ્તાર તરીકે ઓળખાય છે. મહારાષ્ટ્ર સરકારે 29મી નવેમ્બરે ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના બીજા બિડની જાહેરાત કરી હતી. ધારાવી રિડેવલપમેન્ટ પ્રોજેક્ટના CEO એસવીઆર શ્રીનિવાસે જણાવ્યું હતું કે અમને કુલ ત્રણ બિડ પ્રાપ્ત થયા હતા. અદાણી ગ્રુપે DLFને પાછળ છોડી દીધુ હતું. આ ઉપરાંત ટેક્નિકલ બિલ્ડિંગમાં નમન ગ્રુપ ક્વોલિફાઈ થઈ શક્યું ન હતું. DLF તરફથી રૂપિયા 2,025 કરોડની બિડ મૂકી હતી 

સરકારે 17 વર્ષોમાં ધારાવી સ્લમ એરિયાની કાયાપલટ કરવાનું લક્ષ્ય રાખ્યું છે. સરકારે આ પ્રોજેક્ટ આવનારા વર્ષોમાં મુંબઈની શોભા વધારવાની દિશામાં ઉઠાવાયેલું મોટું પગલું છે. આ પ્રોજેક્ટ પૂરો થયા પછી ધરાવીની ઝૂંપડીઓમાં રહેતા લોકોને લાભ થશે.  

ધારાવી રિડેવલપમેન્ટ અને ઝુપડપટ્ટીના પુનર્વાસને લગતા પ્રોજેક્ટ માટે છેલ્લા 15 વર્ષથી પ્રયત્ન થઈ રહ્યા છે, છેવટે આ માટે હવે અદાણી ગ્રુપને જવાબદારી મળી છે. સરકારે ઓછામાં ઓછી રૂપિયા 20 હજાર કરોડની નેટવર્થની શરત રજૂ કરી હતી. ઊંચી બિડ રજૂ કરનારની ટેકનિકલ તથા આર્થિક બાબતની ક્ષમતાનું મૂલ્યાંકન કરવામાં આવશે. 

LEAVE A REPLY

four × five =