affair between Sara Ali Khan and cricketer Shubman Gill
(Photo by SUJIT JAISWAL/AFP via Getty Images)

બોલીવૂડ એક્ટ્રેસ સારા અલી ખાન અને ક્રિકેટર શુભમન ગિલના બે વીડિયો વાયરલ થયા પછી બંને ડેટિંગ કરી રહ્યાની અટકળોને ફરી વેગ મળ્યો છે. આ વીડિયોમાં સારા અલી ખાન તથા શુભમન ગિલ એક હોટલમાંથી એકસાથે બહાર નીકળતાં દેખાય છે. બીજા વીડિયોમાં બંને ફ્લાઈટમાં સાથે હોવાનું પણ દેખાય છે.

અગાઉ પણ સારા અલી ખાન તથા શુભમન ગિલ મુંબઈમાં શિલ્પા શેટ્ટીની માલિકીની રેસ્ટોરામાં ડિનર માટે ગયા હોવાના ફોટા વાયરલ થયા હતા. શુભમન ગિલ અગાઉ સચિન તેંડુલકરની દીકરી સારાને ડેટ કરતો અટકળો હતો. બીજી તરફ સારા અલી ખાન અગાઉ કાર્તિક આર્યન ઉપરાંત સુશાંત સિંહ રાજપૂત સાથે ડેટિંગ કરતી હોવાનું માનવામાં આવતું હતું.

આ વીડિયોમાં દેખાય છે કે સારાએ પિંક રંગના કપડા પહેર્યા છે જ્યારે શુભમન ગ્રે રંગની હૂડીમાં જોવા મળી રહ્યો છે. બીજો વિડીયો ફ્લાઈટનો છે. આ વિડીયોમાં જોઈ શકાય છે કે સારા ફેન્સ સાથે સેલ્ફી લઈ રહી છે. જે બાદ તે શુભમનની બાજુમાં આવીને બેસી જાય છે. સારા અને શુભમન એકબીજાને ડેટ કરી રહ્યા હોવાની ચર્ચા ઓગસ્ટથી શરૂ થઈ હતી.

LEAVE A REPLY

twenty − five =