અફધાનિસ્તાનના બેટ્સમેન નજીબ તારકાઈ 14 સપ્ટેમ્બર 2019ના રોજ ઢાકા ખાતેની બાંગ્લાદેશ સામેની મેચ દરમિયાન શોટ મારી રહ્યા છે. (Photo by MUNIR UZ ZAMAN/AFP via Getty Images)

અફઘાનિસ્તાનના ઓપનિંગ બેટ્સમેન નજીબ તારકાઈનું રોડ અકસ્માત બાદ મંગળવારે નિધન થયું હતું. 29 વર્ષીય બેટસમેનને જલાલાબાદ ખાતે રોડ એક્સિડેન્ટમાં ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો. નજીબ 2 ઓક્ટોબરના રોજ રસ્તો ક્રોસ કરી રહ્યો હતો, ત્યારે એક કારે તેને જોરદાર ટક્કર મારી હતી.

આ અકસ્માતમાં નજીબને માથા પર ગંભીર ઈજા પહોંચી હતી. ગંભીર હાલતમાં તેને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે પોતાના ટ્વીટર હેન્ડલ પર આ અંગે જાણકારી આપી છે. નજીબે પોતાના દેશ માટે 12 ટ્વેન્ટી ટ્વેન્ટી મેચ અને એક ઇન્ટરનેશનલ વન્ડે રમી હતી. તેણે બાંગ્લાદેશમાં 2014માં ટી-20 વર્લ્ડ કપમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં કેરિયર ચાલુ કરી હતી.