સુરતના વરસાદની ફાઇલ તસવી(ANI Photo)

અમદાવાદમાં શુક્રવાર બપોરે સિઝનનો પ્રથમ નોંધપાત્ર વરસાદ નોંધાયો હતો. શહેરમાં મૂશળધાર વરસાદને પગલે નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા હતા અને અંડરબ્રિજ બંધ કરવામાં આવ્યા હતા. શહેરના પૂર્વ ઝોનમાં 24.17 મીમી વરસાદ, પશ્ચિમ ઝોનમાં 23.01 મીમી, મધ્ય ઝોનમાં 20.50 મીમી, દક્ષિણ ઝોનમાં 17.૦૦ મીમી વરસાદ પડ્યો હતો. શહેરમાં ત્રણ કલાકમાં સરેરાશ ચાર ઇંચ જેટલો વરસાદ પડ્યો હતો.

સ્તા પર પાણી ભરાઈ જતાં ટ્રાફિક ખોરવાતા ઠેર-ઠેર વાહનોની લાંબી-લાંબી લાઈનો જોવા મળી રહી છે. શહેરમાં સીઝનનો સૌથી વધુ વરસાદ નોંધાતા અમદાવાદીઓને ગરમીમાંથી રાહત મળી હતી. પરંતુ ઠેરઠેર પાણી ભરાઈ જતાં લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. મીડિયા અહેવાલ મુજબ અમદાવાદના ઉસ્માનપુરામાં નવ ઈંચ વરસાદ નોંધાયો હતો.