Air India expressed regret, sacked 4 cabin crew and a pilot
(istockphoto.com)

ફ્લાઇટમાં મહિલા મુસાફર પર પેશાબની ચકચારી ઘટના પછી ટાટા ગ્રૂપની માલિકીની એર ઈન્ડિયાના સીઈઓ કેમ્પબેલ વિલ્સને એક નિવેદન જારી કરીને આ ઘટના અંગે દિલગીરી વ્યક્ત કરી હતી. એરલાઇને સ્વીકાર્યું હતું કે તે આ બાબતને ફ્લાઇટમાં અને ગ્રાઉન્ડ પર વધુ સારી રીતે સંભાળી શક્યું હોત અને આ અંગે પગલાં લેવા માટે પ્રતિબદ્ધ છે.

એર ઇન્ડિયાએ આ ઉપદ્વવી મુસાફરની તાકીદે પોલીસમાં ફરિયાદ કેમ ન કરી તેવા સવાલો થઈ રહ્યા છે ત્યારે સીઇઓએ જણાવ્યું હતું કે તેમણે તમામ ઘટનાઓની જાણ કરવાની સ્ટાફને સલાહ આપી છે. 26 નવેમ્બર 2022ની ન્યુ યોર્ક દિલ્હી ફ્લાઇટની ઘટનાના સંદર્ભમાં ચાર કેબિન ક્રુ અને એક પાઇલોટને કારણદર્શક નોટિસ આપીને ફરજ પરથી હટાવી દીધા હતા. તેમની સામે તપાસ ચાલુ રહેશે. બીજી કોઇ સ્ટાફે પણ ફરજમાં ચુક કરી છે કે નહીં તેની પણ તપાસ થશે. એરલાઇન ફ્લાઇટમાં આલ્કોહોલ આપવા અંગેની નીતિ ની સમીક્ષા કરી રહી છે. જોકે સીઇઓએ આ અંગે વધુ વિગતો આપી ન હતી.

નિવેદનમાં જણાવ્યું હતું કે એરલાઈન આ મુદ્દાને વધુ સારી રીતે હેન્ડલ કરી શકી હોત. તેમણે અનિયંત્રિત વર્તનની મજબૂત રિપોર્ટિંગ સિસ્ટમની તથા આવી ઘટનાઓની જાણ કરવાની સિસ્ટમનું વચન આપ્યું હતું.સીઈઓ કેમ્પબેલ વિલ્સને જણાવ્યું હતું કે અમારી ફ્લાઇટમાં પ્રવાસીઓએ તેમના સહ-યાત્રીઓના નિંદનીય કૃત્યોને લીધે સહન કરવું પડ્યું. એર ઈન્ડિયા એવા કિસ્સાઓ અંગે ચિંતિત છે. અમે આવી ઘટનાઓ અંગે દિલગીર છીએ અને દુઃખી છીએ.

LEAVE A REPLY

two × one =