Getty Images)

એર ઇન્ડિયાએ પાંચ વર્ષ સુધી જેમને ફરજીયાત રીતે વગર પગારે ઘરે મોકલવા પડે એવા કર્મચારીઓને તેમની ક્ષમતા, આરોગ્ય અને ટકાઉપણાના આધારે ઓળખવાની પ્રિક્રિયા શરૂ કરી દીધી હતી, એમ એક અધિકારીએ કહ્યું હતું.
એરલાઇના બોર્ડ ઓફ ડીરેકટરે તેના ચેરમેન અને મેનેજીંગ ડાયરેકટરને રાજીવ બંસલને કર્મચારીઓની ક્ષમતા, આરોગ્ય, કામગીરીનો પ્રકાર, માંદા પડવાના અથવા અન્ય કોઇ કારણસર કામ નહીં કરી શકવા જેવા વિવિધ પરિબળોના આધારે છ મહિનાથી પાંચ વર્ષ સુધી કર્મચારીઓને વગર પગારે ઘરે મોકલી દેવાની સત્તા આપી હતી.

વડામથકના વિભાગીય વડા અને ક્ષેત્રિય ડીરેકટરોને ઉપરોક્ત પરિબળોના આધારે દરેક કર્મચારીની ક્ષમતાની આકરણી કરવા અને જ્યાં ફરજીયાત હોવાનો વિકલ્પના હોય તેવી જગ્યાઓ શોધી કાઢવા કહેવામાં આવ્યું હતું. ચોથી જુલાઇના રોજ આ ઓર્ડર કરવામાં આવ્યો હતો.’ સીએમડીની જરૂરી મંજૂરી લેવા માટે હેડક્વાર્ટરમાં જનરલ મેનેજરને આવા તમામ કર્મચારીઓની વિગતો મોકલવી પડશે’એમ ઓર્ડરમાં કહેવામાં આવ્યું હતું.

આ બાબતે કરવામાં આવેલી પૂછપરછના જવાબમાં એર ઇન્ડિયાના પ્રવકતાએ કહ્યું હતું કે ‘આ અંગે અમે કોઇ ટીપ્પણી કરવા ઇચ્છતા નથી’.ભારતમાં અને અન્ય દેશોમાં કોરોનાવાઇરસની મહામારીના કારણે મુસાફરી પર પ્રતિંબધ લદાતા ઉડ્ડયન ક્ષેત્રને ભારે નાણાકીય મુશ્કેલીનો સામનો કરવો પડે છે. ભારતમાં રોકડ પ્રવાહને જાળવી રાખવા એર ઇન્ડિયાએ ખર્ચ ઘટાડવા આ પગલું ભર્યું હતું.

આવી જ રીતે ગો એર એ પણ તેના મોટાભાગના કર્મચારીઓને એપ્રિલથી ફરજીયાત ઘરે મોકલી દીધા હતા. કોરોનાવાઇરસની મહામારીના કારણે ભારતે બે મહિના પછી ૨૫ મેથી ફલાઇટો શરૂ કરી હતી.જો કે એરલાઇનને માત્ર ૪૫ ટકાની ક્ષમતા સાથે જ ફલાઇટની મંજૂરી અપાઇ હતી.૨૫ મે પછીથી વિમાનની પેસેન્જરોની ક્ષમતા ૫૦ થી ૬૦ ટકા જ રહી હતી.

સરકારી માલીકીની એરલાઇન એર ઇન્ડિયાએ આજે જાહેરાત કરી હતી કે તેના તમામ કર્મચારીઓએ ૨૦ જુલાઇએ ઓફિસમાં હાજરી આપવી, જો કોઇ કામ પર નહીં આવે તો એની ગેરહાજર ગણાશે, જો કે કન્ટેઇનમેન્ટ ઝોનમાં રહેતા કર્મચારીઓને આ નિયમમાંથી મૂક્તિ અપાઇ હતી, પરંતુ તેમણે કેન્ટોનમેન્ટ અંગે ઓફિસને અપડેટ કરતા રહેવું પડશે.
‘એવુ નક્કી કરવામાં આવ્યું હતું કે એર ઇન્ડિયાની ઓફિસ ૨૦ જુલાઇથી સંપૂર્ણ સ્ટાફ સાથે કામ કરશે અને કોવિડ-૧૯ સ્થિતિ હેઠળ કામ કરવા માટે અલગથી કોઇ જ રોસ્ટર બનાવવામાં નહીં આવે.

જે કર્મચારીઓ ઓફિસ નહીં આવે તેમણે રજા માટે અરજી કરવી પડશે અથવા તો તેમની ગેરહાજરી ગણાશે’એમ એરલાઇને કહ્યું હતું. વધુમાં તમામ વિભાગના વડાઓને એવી પણ સલાહ આપવામાં આવી હતી કે સોશિયલ ડિસ્ટન્સ અને સેનેટાઇઝના નિયમોનું પાલન કરાય તેની નોંધ લેવી.ગર્ભવતી મહિલાઓ, કેન્ટોનમેન્ટ ઝોનમાં રહેતા અને તબીબી કારણોસર જેઓ વધુ જોખમી કર્મચારીઓ માટે ઘરેથી કામ કરવાના વિકલ્પ અંગે વિચારી શકાય છે, એમ નિવેદનમાં કહેવામાં આવ્યું હતું.એક અન્ય ઓર્ડરમાં એરલાઇને કહ્યું હતું કે કેટલાક કર્મચારીઓને વગર પગારે છ મહિનાથી પાંચ વર્ષ સુધી ઘરે મોકલવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી હતી.