(PTI Photo - PTI11_15_2019_000060B)

એન્વાયરમેન્ટ હેલ્થ પર્સ્પેક્ટિવ્સ જર્નલમાં પ્રકાશિત થયેલા અને સ્પેનમાં હાથ ધરાયેલા એક અભ્યાસ મુજબ, હવાના પ્રદૂષણના લાંબા ગાળાના સંપર્કમાં આવવાથી SARS-CoV-2 વાયરસથી ચેપગ્રસ્ત લોકોને કોવિડ-19 થવાનું જોખમ સંકળાયેલું છે. આમ વાયુ પ્રદૂષણ ઘટાડવાથી સ્વાસ્થ્યના લાભો વધુ થાય છે અને ચેપી રોગો પર પર્યાવરણીય પરિબળો પ્રભાવ કરે છે તેવા પુરાવા મળ્યા છે.

સંશોધકોના મતે, વાયુ પ્રદૂષણ હવામાં પ્રસરતા વાયરસની તરફેણ કરી શકે છે, અથવા તે ચેપ અથવા રોગ પ્રત્યે વ્યક્તિની સંવેદનશીલતામાં વધારો કરી શકે છે. સ્પેનના બાર્સેલોના ઇન્સ્ટિટ્યુટ ઓફ ગ્લોબલ હેલ્થ (ISGlobal) ના અભ્યાસના પ્રથમ લેખક મેનોલિસ કોગેવિનાસે જણાવ્યું હતું કે “સમસ્યા એ છે કે અગાઉના અભ્યાસો નોંધાયેલા કેસો પર આધારિત હતા, જેનું નિદાન કરવામાં આવ્યું હતું, પરંતુ તમામ એસિમ્પટમેટિક અથવા નિદાન ન થયેલા કેસો ચૂકી ગયા હતા.”

સંશોધકોએ કેટેલોનિયામાં રહેતા પુખ્ત વયના લોકોના જૂથમાં વાયરસ-વિશિષ્ટ એન્ટિબોડીઝની શ્રેણીનો અભ્યાસ કર્યો હતો. આ સંશોધનમાં 481 પુષ્ટિ થયેલ કોવિડ-19 કેસ (5 ટકા) સહિત કુલ 9,605 સહભાગીઓનો સમાવેશ કરાયો હતો. પાંચ વાયરલ એન્ટિજેન્સમાં IgM, IgA અને IgG એન્ટિબોડીઝની હાજરી અને જથ્થા નક્કી કરવા માટે 4,000થી વધુ સહભાગીઓના લોહીના નમૂનાઓ પણ લેવામાં આવ્યા હતા.

વાયુ પ્રદૂષણ કાર્ડિયોવેસ્ક્યુલર, શ્વસન અથવા અન્ય ક્રોનિક પરિસ્થિતિઓના વિકાસમાં ફાળો આપી શકે છે, જે બદલામાં ગંભીર કોવિ-19નું જોખમ વધારે છે.