બોલિવૂડ અભિનેતા અક્ષય કુમાર (ફાઇલ ફોટો SAJJAD HUSSAIN/AFP via Getty Images)

અક્ષય કુમાર ટૂંક સમયમાં યશરાજ પ્રોડક્શનની ફિલ્મ ‘પૃથ્વીરાજ ચૌહાણ’નું શૂટિંગ શરૂ કરવાની તૈયારી કરી રહ્યો હોવાના અહેવાલ છે. સૂત્રોના જણાવ્યા અનુસાર અભિનેતા 8 ઓક્ટોબરથી આ ફિલ્મનું શૂટ શરૂ કરી દેશે.

ફિલ્મના શૂટિંગની તૈયારી માટે મંગળવારથી ક્રૂ મેમ્બર્સના કોરોના ટેસ્ટ શરૂ થઇ ગયા હતા અને નેગેટિવ રિઝલ્ટ આવનારા લોકોને જ સ્ટુડિયોમાં એન્ટ્રી આપવામાં આવશે. આ દરમ્યાન પ્રોડક્શન સાથે જોડાયેલા લોકોને સ્ટુડિયોની નજીક હોટલમાં રોકવામાં આવ્યા છે. આખું ક્રૂ શૂટિંગ પહેલાં અને પછી એકસાથે હોટલથી સ્ટુડિયો સુધી અવર-જવર કરશે.

આ પહેલાં ‘પૃથ્વીરાજ ચૌહાણ’ની ટીમે સાડા 6 મહિના પહેલાં જયપુરમાં આઉટડોરમાં એક્શન સિક્વન્સ શૂટ કર્યા હતા. સૂત્રોએ જણાવ્યું હતું કે 8 ઓક્ટોબરથી હવે ક્લાઈમેક્સનું શુટિંગ ચાલુ થશે. આ ફિલ્મનો 70% હિસ્સો શૂટ કરવામાં આવ્યો છે અને બાકીના 30% હિસ્સાનું શૂટિંગ કરવા ચાલુ કરવામાં આવશે.