Akshay Kumar
(Photo by STRDEL/AFP via Getty Images)

અક્ષયકુમાર અને પરિણિતી ચોપરા બંને અત્યારે એક હિટ ફિલ્મની રાહ જોઇ રહ્યા છે. અક્ષયની તો એક પછી એક ફિલ્મ રિલીઝ થઇ છે અને બોક્સ ઓફિસ પર ફ્લોપ થઇ છે. જ્યારે પરિણિતી ચોપરાએ લાંબા સમયથી હિટ ફિલ્મ આપી નથી. હવે આ જોડી ફરી રૂપેરી પડદે સાથે જોવા મળવાની છે. આ પહેલા તેઓ ફિલ્મ કેસરીમાં સાથે જોવા મળ્યા હતા. હાલમાં પરિણિતી ચોપરાએ અક્ષયકુમાર સાથેની પોતાની એક તસવીર ઇન્સ્ટાગ્રામ પર શેર કરી હતી. જેમાં તેણે જણાવ્યું હતું કે, તેઓ બન્ને નવી ફિલ્મ માટે સાથે શૂટિંગ કરી રહ્યા છે. તેણે લખ્યું હતું કે, અમે ફરીથી આપની સમક્ષ હાજર છીએ. ફિલ્મ કેસરીની આ જોડી ન્યૂયોર્કમાં શૂટિંગ કરી રહી છે. સાથેસાથે અમે પંજાબી ગપસપ, જોક્સ હસી-મજાક અને ગેમ્સ પણ રમી રહ્યા છીએ.

ઉલ્લેખનીય છે કે, અક્ષયકુમાર નવી ફિલ્મ કેપ્સ્યૂલ ગિલમાં સિખના રોલમાં જોવા મળવાનો છે. આ ફિલ્મ રાનીગંજ કોલફીલ્ડ રેસ્ક્યૂ મિશન પર આધારિત છે. એક માઇનિંગ અધિકારીએ પશ્ચિમ બંગાળના રાણીગંજ માઇન્સમાં ફસાયેલા ૬૫ મજૂરોને પોતાના જીવના જોખમે બચાવ્યા હતા. જસવંતસિંહ ગીલની આ નીડરતા માટે રાષ્ટ્રપતિએ તેમને નાગરિક વીરતા પુરસ્કારથી પણ સમ્માનિત કર્યા હતા.