આલિયા ભટ્ટના ચાહકો માટે ગુડ ન્યુઝ છે. બોલીવુડ એકટ્રેસ વર્ષ 2019ની સૌથી સેકસી એશિયાઈ મહિલા અને એકટ્રેસ અને દીપિકા પદુકોણ પુરા દાયકાની સૌથી સેકસી મહિલા તરીકે પસંદ થઈ છે.

લંડનમાં જાહેર થયેલા એક ઓનલાઈન ચૂંટણીમાં આ બન્ને ભારતીય એકટ્રેસને આ ખિતાબ ધારણ કર્યો છે. બ્રિટનના સાપ્તાહિક ‘ઈસ્ટર્ન આઈ’ દ્વારા જાહેર યાદીમાં આ માહિતી પ્રગટ થઈ છે. આલિયા ભટ્ટે આ વર્ષે પોતાની એકટીંગના દમ પર તો અનેક એવોર્ડ જીત્યા છે સાથે સાથે વર્ષ 2020ના ઓસ્કાર એવોર્ડ માટે ભારત તરફથી તેની આધિકારિત એન્ટ્રી ‘ગલીબોય’થી થઈ હતી.

આલિયાએ તેના પક્ષમાં થયેલા વોટને લઈને ખુશી જાહેર કરતા જણાવ્યું હતું કે મારું હંમેશા માનવું છે કે સાચી સુંદરતા જ દેખાય છે તેના કરતા વધારે હોય છે અને તે જ વધારે મહત્વ રાખે છે. આપણે ઘરડા થઈ જઈશું, આપણે કેવા દેખાઈએ છીએ તે સમયની સાથે બદલાઈ જશે પણ આપનું દિલથી સારું હોવુ આપને હંમેશા સુંદર બનાવી રાખશે અને આપણા બધાએ તેના પર ધ્યાન આપવું જોઈએ. ઈસ્ટર્ન આઈના એન્ટરટેઈનમેન્ટ સંપાદક અને આ યાદી તૈયાર કરનાર અસજાદ નઝીરે જણાવ્યું હતું કે આલિયા ભટ્ટ જેવું મોટું નામ હાલ કોઈ નથી. ફિલ્મ સ્ટારથી વધુ તે મહિલા શક્તિની તાકાતનું પ્રતીક છે, જે સશક્ત આધુનિક મહિલાને પ્રતિનિધિત્વ કરે છે.

ટોપ 10 સેક્સીએસ્ટ એશિયન ફિમેલ 2019
1. આલિયા ભટ્ટ
2. દીપિકા પાદુકોણ
3. હિના ખાન
4. માહિરા ખાન
5. સુરભી ચંદના
6. કેટરીના કૈફ
7. શિવાંગી જોષી
8. નિયા શર્મા
9. મહેવિશ હયાત
10. પ્રિયંકા ચોપરા

ટોપ 10 સેક્સીએસ્ટ વુમન ઓફ ધ ડિકેડ
1. દીપિકા પાદુકોણ
2. પ્રિયંકા ચોપરા
3. માહિરા ખાન
4. કેટરીના કૈફ
5. દ્રષ્ટિ ધામી
6. ફ્રિડા પીન્ટો
7. આલિયા ભટ્ટ
8. અનુષ્કા શર્મા
9. નિયા શર્મા
10. સોનમ કપૂર