દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સ્ટેન્ડિંગ સભ્યોની ચૂંટણી દરમિયાન 23 ફેબ્રુઆરીએ ભાજપ અને આમ આદમી પાર્ટીના સભ્યોએ આખી રાત હંગામો કર્યો હતો. (ANI Photo)

દિલ્હી મ્યુનિસિપલ કોર્પોરેશન (MCD) સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણીના મુદ્દે બુધવારે MCD ગૃહમાં આખી રાત હંગામો ચાલ્યો હતો. મતદાન કરતી વખતે મોબાઈલ ફોન લઈને આવેલા AAP કાઉન્સિલરોએ મતપત્રની ગુપ્તતાનું ઉલ્લંઘન કર્યું હોવાનો આક્ષેપ કરીને ભાજપે હંગામો શરૂ કર્યો હતો. આ પછી આમ આદમી પાર્ટી અને ભાજપના કાઉન્સિલર્સ આમને સામને આવી ગયા હતા અને એકબીજા પર બોટમો અને જે કંઇ હાથમાં આવે તે ફેંક્યું હતો. વહેલી સવારે કેટલાંક સભ્યો ગૃહમાં સુઇ ગયા હતા. સવારે ગૃહમાં ચા નાસ્તો કરીને કાઉન્સિલર્સ ફરી રિચાર્જ થઈને ફરી હંગામો ચાલું કર્યો હતો. આખરે શુક્રવારે સ્ટેન્ડિંગ કમિટીના સભ્યોની ચૂંટણી યોજાઈ હતી.

આ સમયગાળામાં 15 વખત ગૃહને સ્થગિત કરાયું હતું. AAP અને BJP કાઉન્સિલરો વચ્ચે ઝપાઝપી, સૂત્રોચ્ચાર અને હંગામો ચાલુ રહ્યો હતો. AAPના મેયર શેલી ઓબેરોય અને MCD કમિશનર જ્ઞાનેશ ભારતીને સુપરત કરાયેલા અહેવાલમાં એમસીડીના સચિવે નવી ચૂંટણીની ભલામણ કરી હતી.

દરમિયાન, AAP કાઉન્સિલરો ઝપાઝપી કરતા હોવાનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો હતો. આમે પણ એક વીડિયો જારી કર્યો હતો, જેમાં ભાજપના રેખા ગુપ્તા બીજા કાઉન્સિલર્સ ત્યાં રાખવામાં આવેલી વસ્તુઓ ફેંકતા દેખાય છે. બીજી તરફ બીજેપી નેતાઓએ એક વીડિયો શેર કરીને દાવો કર્યો છે કે પાર્ટી કાઉન્સિલર પ્રમોદ ગુપ્તાને AAP કાઉન્સિલર દેવેન્દ્ર કુમારે થપ્પડ મારી હતી.

LEAVE A REPLY

5 × five =