Devotees throng the temples on Chaitri Navratri
ambaji temple GettyImages)

ગાંધીનગર મહાત્મા મંદિર નજીક રેલવે લાઇન ઉપર કેન્દ્ર સરકારના સહયોગથી હોટલનું નિર્માણ કરાયું તેવી જ રીતે અંબાજી રેલવે સ્ટેશન ઉપર પણ 100 રૂમની બજેટ હોટલ બનાવાશે.  તે ઉપરાંત અંબાજી રેલવે સ્ટેશનને શક્તિ પીઠની થીમ પર વિકસિત કરવામાં આવશે.

રૂ. 2798.16 કરોડના ખર્ચે તારંગા હિલથી આબુ સુધી રેલવે લાઇનના પ્રોજેક્ટને કેન્દ્રીય પ્રધાનમંડળની મંજૂરી બાદ રાજ્ય સરકાર દ્વારા પણ કામગીરી શરૂ કરી દેવાઇ છે. મુખ્ય સચિવ પંકજ કુમાર સમક્ષ રેલવે અને પ્રવાસન સહિતના વિભાગોના ઉચ્ચ અધિકારીઓ સાથે તાજેતરમાં પ્રોજેક્ટની વ્યૂહાત્મક બાબતો અંગે બેઠક યોજાઇ હતી. આ પ્રોજેક્ટ અંતર્ગત અંબાજી રેલવે સ્ટેશનને શક્તિપીઠની થીમ પર વિકસિત કરવામાં આવશે અને પાંચ માળ સુધી બજેટ હોટલ માટે જગ્યા ફાળવવામાં આવશે.

અંબાજી શક્તિ પીઠની ભવ્યતા મુજબ તે થીમ આધારિત આ રેલવે સ્ટેશનની ડિઝાઇન કરવામા આવશે. આ રેલવે સ્ટેશનના ગ્રાઉન્ડ ફ્લોરને દિવ્યાંગ ફ્રેન્ડલી સુવિધાઓ સાથે વિકસિત કરવામા આવશે. તેની ઉપર પાંચ માળ સુધી હોટલ બનશે.તે સાથે પાર્કિંગ માટે પૂરતી સુવિધાઓ હશે તેમજ યાત્રાળુઓ માટે નયનરમ્ય ડિઝાઇન બનાવાશે. તારંગા હિલ્સ રેલવે સ્ટેશનમાં પણ જૈન આર્કિટેક્ચરના આધારે કાયાપલટ કરવામાં આવશે.