4 found guilty of killing 18-year-old in Leicester
પ્રતિક તસવીર

અમેરિકાના બ્લેકવિલ વિસ્તારમાં કન્વીયન્સ સ્ટોર ધરાવતા અશ્વિનભાઇ પટેલ (60) નામના ગુજરાતીની , 8 સપ્ટેમ્બરે લૂંટના ઈરાદે હત્યા કરવામાં આવી હતી. મૃતક અશ્વિન પટેલ આણંદના વિદ્યાનગર વિસ્તારના રહેવાસી હતા. અશ્વિનભાઇ બ્લેકવિલના ઇઝલાર સ્ટ્રીટમાં રહેતા હતા. કોરોનાર લોઇડ વાર્ડના જણાવ્યા પ્રમાણે તેઓ બ્લેકવિલમાં કોર્નર શોપ ધરાવતા હતા. સાઉથ કેરોલાઇનાના લો એન્ફોર્સમેન્ ડિવિઝનના પ્રવક્તા ટોમી ક્રોસ્બીના જણાવ્યા પ્રમાણે આ હત્યા લુંટના ઇરાદે કરવામાં આવી છે. ગયા મંગળવારે, 8 સપ્ટેમ્બરે સવારે પોણા સાત વાગે આ ઘટના બની હતી. સ્ટોરના એક ગ્રાહકે તેની પોલીસને જાણ કરી હતી. આણંદના વિદ્યાનગર નર્મદાવાસમાં રહેતાં અશ્વિન પટેલ 30 વર્ષ અગાઉ અમેરિકામાં સાઉથ કેરોલિનાના બ્લેકવિલમાં પરિવાર સાથે તેઓ સ્થાયી થયાં હતાં.