basketball player Brittney Griner

રશિયાની એક કોર્ટે અમેરિકન બાસ્કેટબોલ સ્ટાર બ્રિટની ગ્રાઇનરને નવ વર્ષની જેલની સજા ફટકારી છે. રશિયામાં ઇરાદાપૂર્વક ડ્રગ લાવવાના કેસમાં તે દોષિત ઠરતા તેને આ સજા કરવામાં આવી છે. કોર્ટે બ્રિટનીને અંદાજે એક 16,990 ડોલરનો દંડ ફટકાર્યો છે. અમેરિકન પ્રેસિડેન્ટ જો બાઇડેને કોર્ટના આ ચૂકાદાને સ્વીકાર્યો નથી.
31 વર્ષીય ગ્રાઇનર બે વાર ઓલિમ્પિક ગોલ્ડ મેડલ વિજેતા છે. વિમેન્સ નેશનલ બાસ્કેટબોલ એસોસીએશન સ્ટાર ગ્રાઇનર આ વર્ષે ફેબ્રુઆરીમાં એક સ્પર્ધામાં ભાગ લેવા આવી હતી ત્યારે તેની ધરપકડ કરવામાં આવી હતી.
ગ્રાઇનર વિરુદ્ધના ચૂકાદા પછી તેની મુક્તિ માટે એક રજૂઆત પર વિચાર થઇ શકે છે, જે મુજબ અમેરિકા અને રશિયા વચ્ચે કેદીઓની અદલા-બદલી થઇ શકે છે. તે અંતર્ગત ગ્રાઇનરના બદલામાં અમેરિકામાં સજા કાપી રહેલા હથિયારોના જાણીતા સ્મગલરને મુક્ત કરવાનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો હતો.
કોર્ટમાં આ કેસની સુનાવણી દરમિયાન ગ્રાઇનરે સ્વીકાર્યું હતું કે, મોસ્કો જતી વખતે તે પોતાની બેગમાં ભૂલથી અફીણનું તેલ લઇ ગઇ હતી.