Flight operations in the US were disrupted for hours due to a technical fault.

વિશ્વની મહાસત્તા ગણાતા અમેરિકામાં બુધવારે વહેલી સવારે ફ્લાઇટ ક્રુને સેફ્ટીની માહિતી આપતી સિસ્ટમમાં ટેકનિકલ ખામીને કારણે અનેક કલાકો સુધી હજારો ફ્લાઇટ્સ સ્થંભી ગઈ હતી. FAAએ એરલાઇન્સને તમામ ડોમેસ્ટિક ફ્લાઇટ ઇસ્ટર્ન ટાઇમ મુજબ સવારે 9 વાગ્યા સુધી અટકાવી દેવાનો આદેશ આપ્યો હતો. જોકે આશરે સાડા ત્રણ કલાકની અરાજકતા પછી વિમાન વ્યવહાર ધીમે ધીમે રાબેતા મુજબ થવા લાગ્યો હતો. ફ્લાઇટ ટ્રેકિંગ કંપની ફ્લાઇટઅવેરના જણાવ્યા અનુસાર, યુ.એસ.ની અંદર અથવા બહારની 5,400થી વધુ ફ્લાઇટ્સ વિલંબિત થઈ હતી અને 908થી વધુ રદ કરવામાં આવી હતી.

5,400 ફ્લાઇટ્સ વિલંબિત, 908થી વધુ રદ કરાઈ

ફેડરેશન એવિયેશન એડમિનિસ્ટ્રેશન (FAA)એ ફ્લાઇટ અને સલામતીની માહિતીની વિશ્વસનીયતાની પુષ્ટી કરી શકાય તે માટે ડોમેસ્ટિક ફ્લાઇટ્સ અટકાવી દેવાનો આદેશ આપ્યો હતો. એરલાઇન્સોએ પણ કહ્યું હતું કે તેઓ પહેલેથી જ ફ્લાઇટ્સને અટકાવી રહ્યાં છે.

નોટિસ ટુ એર મિશન સિસ્ટમ (NOTAM)ની નિષ્ફળતાથી વિમાન વ્યવહાર ખોરવાયો હતો. આ સિસ્ટમ સામાન્ય રીતે પાઇલટ્સ અને અન્ય વિમાની કર્મચારીઓને સમગ્ર દેશમાં એરપોર્ટ પર એરબોર્ન સમસ્યાઓ અને અન્ય વિલંબ વિશે એલર્ટ આપે છે.

ફ્લાઇટ્સ ક્રુને સેફ્ટીની માહિતી આપતી સિસ્ટમમાં ટેકનિકલ ખામી રિપેર થયા બાદ વિમાન વ્યવહારુ ધીમે ધીમે ચાલુ થયો હતો. કલાકો પછી ફ્લાઇટ્સ પરનો ગ્રાઉન્ડ સ્ટોપ ઉઠાવી લેવામાં આવ્યો હતો.

FAAએ એક ટ્વિટમાં જણાવ્યું હતું કે “ફ્લાઇટ ક્રૂને સલામતીની માહિતી પૂરી પાડતી નોટિસ ટુ એર મિશન સિસ્ટમની આઉટેજ પછી ધીમે ધીમે સમગ્ર યુ.એસ.માં સામાન્ય હવાઈ ટ્રાફિક કામગીરી ફરી શરૂ થઈ રહી છે. ગ્રાઉન્ડ સ્ટોપ હટાવી લેવામાં આવ્યો છે. અમે પ્રારંભિક સમસ્યાના કારણની તપાસ કરવાનું ચાલુ રાખીએ છીએ.”

FAAએ અગાઉ જણાવ્યું હતું કે ઓવરનાઇટ આઉટેજ બાદ તેની નોટિસ ટુ એર મિશન સિસ્ટમને પુનઃસ્થાપિત કરવામાં પ્રગતિ થઈ છે અને હવાઈ ટ્રાફિકની ભીડને કારણે નેવાર્ક લિબર્ટી ઇન્ટરનેશનલ એરપોર્ટ અને એટલાન્ટા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પ્રસ્થાનો ફરી શરૂ થઈ રહ્યા છે. અમે અપેક્ષા રાખીએ છીએ કે અન્ય એરપોર્ટ પર સવારે 9 વાગ્યે ઇસ્ટર્ન ટાઇમથી પ્રસ્થાન ફરી શરૂ થશે.

FAA જણાવ્યું હતું કે “હાલમાં આકાશ રહેલી તમામ ફ્લાઇટ્સ ઉતરાણ કરવા માટે સલામત છે. પાઇલટ્સ ઉડતા પહેલા NOTAM સિસ્ટમ તપાસે છે. નોટિસ ટુ એર મિશન પાઇલટ્સને બંધ રનવે, સાધનસામગ્રી અને અન્ય સંભવિત જોખમો વિશે ચેતવણી આપે છે.

અગાઉ સવારે FAAએ જણાવ્યું હતું કે “એફએએ તેની નોટિસ ટુ એર મિશન સિસ્ટમને પુનઃસ્થાપિત કરવા માટે કામ કરી રહ્યું છે. અમે અંતિમ વેલિડેશન ચેકિંગ કરી રહ્યાં છીએ અને હવે સિસ્ટમને ફરીથી લોડ કરી રહ્યા છીએ. સમગ્ર રાષ્ટ્રીય એરસ્પેસ સિસ્ટમ પરની કામગીરી પ્રભાવિત છે.

વ્હાઇટ હાઉસે સાયબર એટેકની શક્યતા નકારી

પ્રેસિડન્ટ જો બિડેનને પરિવહન પ્રધાન પીટ બટિગીગએ FAA સિસ્ટમ આઉટેજ વિશે માહિતી આપી હતી. વ્હાઇટ હાઉસના પ્રેસ સેક્રેટરી કેરીન જીન-પિયરે ટ્વીટમાં જણાવ્યું હતું કે આ સમયે સાયબર હુમલાના કોઈ પુરાવા નથી, પરંતુ પ્રેસિડન્ટ DOTને કારણોની સંપૂર્ણ તપાસ કરવાનો આદેશ આપ્યો છે. FAA નિયમિત અપડેટ્સ આપશે. પરિવહન પ્રધાને જણાવ્યું હતું કે તેઓ એએફએએના સંપર્કમાં છે અને સ્થિતિ પર દેખરેખ રાખી રહ્યાં છે.

LEAVE A REPLY

sixteen + seventeen =