Modi Govt succeeded in curbing terror in J&K: Amit Shah
. (ANI Photo)

કેન્દ્રીય ગૃહપ્રધાન અમિત શાહે અમદાવાદના નારણપુરામાં ઈન્ટરનેશનલ કક્ષાના સ્પોર્ટસ સંકુલનું રવિવારે ખાતમુહૂર્ત કર્યું હતું. આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં રમતવીરોને આધુનિક સુવિધાઓ સાથે તૈયારી કરી શકાય તે રીતે ડિઝાઈન કરવામાં આવશે. જેની પાછળ રૂ. 631થી વધુ કરોડનો ખર્ચ કરવામાં આવશે. આ આધુનિક અને વિશાળ સ્પોર્ટ્સ સંકુલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના યુવાનો સ્પોર્ટ્સમાં આગળ વધે તેવા સપના સાથે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું..
આ સ્પોર્ટ્સ કોમ્પલેક્સ શાસ્ત્રીનગરમાં તૈયાર કરવામાં આવશે અને તે 20.39 એકર જમીન પર ફેલાયેલું હશે.આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ 6 અલગ-અલગ ભાગમાં વહેંચાયેલું હશે, જેમાં એક્વાટિક કોમ્પ્લેક્સ, કમ્યુનિટી સ્પોર્ટ્સ સેન્ટર, સેન્ટર ફોર સ્પોર્ટ્સ એક્સેલન્સ, ઈન્ડોર મલ્ટી-સ્પોર્ટ્સ એરેના, આઉટડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ અને ફીટ ઈન્ડિયા ઝોનમાં ઘરડા અને જેમને સ્પેશિયલ જરુરિયાતોની જરુર છે તેમને ધ્યાનમાં રાખીને ડિઝાઈન કરવામાં આવશે.

સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સના એક્વાટિક ઝોનમાં વોટર પોલો અને સિક્રોનાઈઝ સ્વિમિંગ સ્પર્ધાનું આયોજન કરી શકાય તેટલું વિશાળ હશે. આ ઝોનમાં એક સાથે 1500 દર્શકો બેસીને મેચ જોઈ શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં 6 બેડમિન્ટન કોર્ટ, કેરમ, ટેબલ ટેનિસ અને સ્નૂકર તથા બિલિર્ડ્સના 10 ટેબલ હશે. આ સિવાય આ કોમ્પ્લેક્સની રસપ્રદ વાત એ છે કે ઈન્ડોર સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સમાં બાસ્કેટબોલ અને વોલિબોલ તથા જિમનાસ્ટિક મેચ હોસ્ટ કરી શકાય તેવી પણ સુવિધા આપવામાં આવશે.

આ સિવાય અહીં અલગ-અલગ રીતે ઉપયોગમાં લઈ શકાય તેવી સુવિધા ધરાવતો ટ્રેનિંગ હોલ પણ બનાવવામાં આવશે, જેમાં ટેક્વાન્ડો, કબ્બડી, કુસ્તી અને ટેબલ ટેનિસ માટેની ટ્રેનિંગ લઈ શકાશે. ફીટ ઈન્ડિયા ઝોનમાં સ્થાનિકો અલગ-અલગ રમતમાં ભાગ લઈ શકશે. અહીં બેસવાની સિનિયર સિટિઝન કસરત કરી શકે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. અહીં યોગા લોન પણ તૈયાર કરાશે.

આ સાથે સ્પોર્ટ્સ સંકૂલમાં બાળકો માટે સ્કેટિંગ ઝોન, કબ્બડી અને ખોખોના મેદાન પણ હશે. બાળકો માટે સ્પેશિયલ પ્લે ઝોન પણ તૈયાર કરવામાં આવશે. અહીં જિમ, જોગિંગ ટ્રેક અને સેલ્ફી પોઈન્ટ પણ બનાવવામાં આવશે, જેથી સ્થાનિકો સ્પોર્ટ્સ અંગે વધુ ધ્યાન કેન્દ્રીત કરી શકે, આ સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવવા માટેના કોન્સ્ટ્રાક્ટના કામની સોંપણી 9 માર્ચે કરી દેવામાં આવી હતી.