પ્રતિકાત્મક તસવીર (istockphoto)

ગુજરાત કો-ઓપરેટિંગ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ((GCMMF- અમૂલ)ને બીજા ક્રમનો સૌથી મોટો મિલ્ક પ્રોસેસિંગ પ્લાન્ટ સ્થાપવા માટે રાજકોટના જિલ્લા વહીવટીતંત્રે આનંદપર ગામ નજીક 100 એકર જમીન ઓફર કરી છે. અમૂલના બોર્ડે 2020ની બેઠકમાં નવો પ્લાન્ટ નાંખવાનો નિર્ણય કર્યો હતો.

અમૂલ રૂ.200 કરોડના ખર્ચ સાથે દૈનિક 30 લાખ લિટરની કેપેસિટીનો પ્લાન્ટ નાંખવાની યોજના ધરાવે છે. તેનાથી સૌરાષ્ટ્ર અને કચ્છના દૂધ ઉત્પાદકોને લાભ થશે. અમુલ ટોકન ભાવે સરકાર પાસે જમીન માગતી હતી.

રાજકોટના જિલ્લા કલેક્ટર રેમ્યા મોહને ગુરુવારે જણાવ્યું હતું કે અમે રાજકોટ-અમદાવાદ હાઇવે પરના આનંદપર નવાગામ નજીક જમીનનો પ્લોટ નક્કી કર્યો છે. આ પ્લોટ મિલ્ક પ્લાન્ટ માટે અમુલને ઓફર કરાશે.

જીસીએમએમએફએ પોતાનો પ્રથમ પ્લાન્ટ ગાંધીનગર ખાતે છે, જે જે એશિયાનું સૌથી મોટુ દૂધ પ્રોસેસિંગ યુનિટ છે. જીસીએમએમએફના નવા નિયુક્ત વાઇસ ચેરમેન, વાલમજી હુંબલે કહ્યું કે, “અમે નવા પ્લાન્ટ માટે સરકાર પાસે જમીન માંગી છે, જેનો લાભ સૌરાષ્ટ્ર અને કચ્છના ૧૦ લાખથી વધુ દૂધ ઉત્પાદકોને મળશે.”