The Supreme Court dismissed Bilkis Bano's review petition

ભાજપના નેતા શાઝિયા ઇલ્મીએ યુનિફોર્મ કોમન કોડ (યુસીસી)ની માગણી કરીને સુપ્રીમ કોર્ટમાં શુક્રવારે એક અરજી કરી છે. વિવિધ ધર્મો માટેના અલગ અલગ પર્સનલ લોને કારણે ભરણપોષણમાં આવતા અવરોધને દૂર કરવા માટે એકસમાન કોડ ઘડવા કેન્દ્રને આદેશ આપવામાં આવે તેવી માગણી કરવામાં આવી છે. આ અરજીમાં બંધારણ અને આંતરરાષ્ટ્રીય નિયમોની ભાવનામાં રહીને લિંગ અને ધર્મના પક્ષપાત વગર તમામ નાગરિકો માટે ભરણપોષણ આપવાનું વ્યવસ્થાતંત્ર ઊભું કરવાની માગણી કરવામાં આવી છે. કોર્ટે આ અરજીને પેન્ડિંગ અરજી તરીકે ટેગ કરી છે. ઇલ્મીએ વાજબી અને યોગ્ય ભરપોષણ માટે પર્સનલ લોના નિયંત્રણો, શરતો અને વિસંગતતા દૂર કરવા યોગ્ય માર્ગરેખા જારી કરવાની પણ માગણી કરી છે.

LEAVE A REPLY

20 − 7 =