(ANI Photo)

ઉત્તરપ્રદેશની યોગી આદિત્યનાથની સરકાર ગેંગસ્ટરો સામે આકરા પગલાં લઈ છે. રાજ્યના ગેંગસ્ટર અનિલ દુજાનાને પોલીસે ગુરુવારે એન્કાઉન્ટરમાં ઠાર કર્યો હતો. દુજાના સામે 62થી વધુ કેસ હતાં. તેમાંથી 18 હત્યાના હતાં. આ ઉપરાંત ખંડણી, લૂંટ, જમીન હડપ, ઘર ખાલી કરાવવા અને આર્મ્સ એક્ટના કેસ પણ નોંધાયાં હતાં.

અનિલ દુજાના નોઈડા, ગાઝિયાબાદ અને દિલ્હી-રાષ્ટ્રીય રાજધાની ક્ષેત્રના અન્ય વિસ્તારોમાં લોકોને આતંકિત કરવા માટે જાણીતો હતો. તે મેરઠમાં યુપી પોલીસની વિશેષ ટાસ્ક ફોર્સ (STF) સાથેના એન્કાઉન્ટરમાં માર્યો ગયો હતો.
માર્ચ 2017માં યોગી આદિત્યનાથ મુખ્યમંત્રી બન્યા હતા. તે પછી 183 ગેંગસ્ટર એન્કાઉન્ટરમાં માર્યા ગયા છે, યુપી પોલીસે ગયા મહિને જણાવ્યું હતું. આ જ સમયગાળા દરમિયાન 13 પોલીસકર્મીઓના મૃત્યુ થયા હતા.

દુજાનાની જાન્યુઆરી 2012માં ટ્રિપલ મર્ડર કેસમાં ધરપકડ કરાઈ હતી. તેને જેલમાંથી પોતાની ગેંગ ચલાવવાનું શરૂ કર્યું. અનિલ દુજાના થોડા દિવસ પહેલા જ જામીન પર તિહાર જેલમાંથી બહાર આવ્યો હતો. દુજાના જેલમાંથી બહાર આવતાની સાથે જ જયચંદ પ્રધાન હત્યા કેસમાં તેની પત્ની અને સાક્ષી સંગીતાને ધમકી આપી હતી, જેના પછી અધિકારીઓએ કાર્યવાહી કરી હતી અને ગયા અઠવાડિયે અનિલ દુજાના વિરુદ્ધ બે કેસ નોંધ્યા હતા. નોઈડા પોલીસ અને યુપી એસટીએફ અનિલ દુજાનાની ધરપકડ માટે સતત દરોડા પાડી રહી હતી.

LEAVE A REPLY

18 + ten =