Achinta Sheuli wins gold
કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતને વેઈટલિફ્ટિંગ ત્રીજો ગોલ્ડ મેડલ મળ્યો હતો. 73 કિલોગ્રામ કેટેગરીમાં 20 વર્ષના અચિંતા શુલીએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. . (PTI Photo/Swapan Mahapatra)

કોમનવેલ્થ ગેમ્સ 2022માં ભારતને વેઈટલિફ્ટિંગ ત્રીજો ગોલ્ડ મેડલ મળ્યો હતો. 73 કિલોગ્રામ કેટેગરીમાં 20 વર્ષના અચિંતા શુલીએ ભારતને ગોલ્ડ મેડલ અપાવ્યો હતો. અંચિતાએ સ્નૈચમાં 143 કિલો વજન ઉપાડ્યુ હતું. આ કોમનવેલ્થ ગેમ્સનો રેકોર્ડ છે. તેણે ક્લીન એન્ડ જર્કના પ્રથમ પ્રયાસમાં 166 કિલો વજન ઉપાડ્યુ હતું. બીજા પ્રયાસમાં નિષ્ફળ થયા પછી ત્રીજામાં 170 કિલો વજન ઉપાડ્યુ હતું. અંચિતા શુલીએ કુલ 313 કિલો વજન ઉપાડીને કોમનવેલ્થ ગેમ્સનો રેકોર્ડ બનાવ્યો છે.

મલેશિયાની એરી હિદાયતે સિલ્વર મેડલ જીત્યો છે. તેણે કુલ 303 કિલોગ્રામ વજન ઉપાડ્યુ હતું. કેનેડાની એથ્લીટને બ્રોન્ઝ મેડલ મળ્યો હતો.

બર્મિંઘમ કોમનવેલ્થ ગેમ્સમાં ભારતનો આ છઠ્ઠો મેડલ છે. દેશને તમામ મેડલ વેઈટલિફ્ટિંગમાં જ મળ્યા છે. અચિંતા શુલી પહેલા મીરાબાઈ ચાનૂ અને જેરેમી લાલરિનુંગાને પણ વેઈટલિફ્ટિંગમાં ગોલ્ડ મેડલ મળ્યો હતો. સંકેત મહાદેવ સરગર અન બિંદિયારાની દેવીને સિલ્વર મેડલ જ્યારે ગુરુરાજ પુજારીને બ્રોન્ઝ મળ્યો હતો. અત્યાર સુધી વેઈટલિફ્ટિંગની લગભગ સાત ઈવેન્ટ થઈ છે, જેમાંથી છમાં ભારતના ખેલાડીઓએ મેડલ જીત્યો છે.