શિવસેના સમર્થકોએ રવિવારે જમ્મુમાં કાશ્મીરમાં ટાર્ગેટ કિલિંગ સામે વિરોધ પ્રદર્શન કર્યું. (ANI ફોટો)

જમ્મુ અને કાશ્મીરના પુલવામા જિલ્લામાં રવિવારે વધુ એક હિન્દુ નાગરિકના ટાર્ગેટ કિલિંગથી ભય ફેલાયો હતો. ત્રાસવાદીના હુમલાનો ભોગ બનનારની ઓળખ કાશ્મીરી હિન્દુ નિવાસી સંજય શર્મા તરીકે થઈ હતીજે સ્થાનિક બજારમાં જઈ રહ્યો હતો ત્યારે આતંકવાદીઓએ તેમના પર ગોળીબાર કર્યા પછી ગંભીર રીતે ઘાયલ થયો હતો. 

છેલ્લા ચાર મહિનામાં કોઈ હિંદુ નાગરિક પરનો આ પહેલો હુમલો છે અને બે દિવસમાં કાશ્મીરી સ્થાનિક પર બીજો લક્ષિત હુમલો છે. અગાઉક આતંકવાદીએ અનંતનાગમાં આસિફ અલી ગનાઈ પર ગોળી મારીને ઘાયલ કર્યો હતો. તેના પિતા અને પોલીસ હેડ કોન્સ્ટેબલને પણ ગયા વર્ષે આતંકવાદી હુમલામાં માર્યા ગયા હતા.

તેને નજીકની સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો જ્યાં તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો. શર્મા કથિત રીતે બેંકમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે કામ કરતા હતા. કાશ્મીર ઝોન પોલીસે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે, “આતંકવાદીઓએ સ્થાનિક બજારમાં સંજય શર્મા નામના લઘુમતી નાગરિક પર ગોળીબાર કર્યો હતો.” 

પોલીસનું કહેવું છે કે ગામમાં લઘુમતી સમુદાયની સુરક્ષા માટે સશસ્ત્ર રક્ષક તૈનાત કરવામાં આવ્યા છે અને આ મામલે તપાસ ચાલી રહી છે. 

LEAVE A REPLY

3 × 5 =